ડીનના ડિંડક, અઘિકારીના આંખ મીંચામણાં ,અને કર્મચારીનું કોભાંડ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કર્મચારીએ જ મોંઘાદાટ સાધનો બહાર વહેંચી નાખ્યાંના લાગ્યા આક્ષેપસાધનો વહેંચવાની
ચર્ચાઓ તો સિવિલમાં થાય છે પણ મારી પાસે હજુ કોઈ પ્રૂફ આવ્યા નથી :- સુશીલ કુમાર( મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,જૂનાગઢ )
એક તરફ સરકાર લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલી બનાવે છે અને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી થાય છે ત્યારે બીજી તરફ દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે અતિઆધુનિક સાધનો વસાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે પરંતુ જૂનાગઢ સિવિલ ના કહેવાતા અધિકારીઓ જ ઉધઈ ની જેમ સિવિલ ને કોરી ખાય છે અને લોકોની સગવડતા માટે નહિ પરંતુ પોતાના ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સાઓ ભારે છે.અને ઉપરી અધિકારીઓના માનીતા થઈ બેઠા છે. જુનાગઢ સિવિલમાં ખુદ કર્મચારી જ ત્યાંના વેન્ટિલેટર ની ડિસ્પ્લે, દવા ,બાટલા તેમજ ઇન્જેક્શન જે પેકિંગ માં આવે છે તે ભરવાના ખાલી પેકિંગો એટલે કે પૂઠાઓ બારો બાર વેચી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે.સિવિલમાં જ નોકરી કરતા બાયોમેડિકલ એન્જિનિયર રૂપે ફરજ બજાવતા અધિકારીએ આ કાંડ કર્યાની ચર્ચા જાગી છે.ટેન્ડરો માં ગોલમાલ,આઉટ સોર્સિંગ માં ગોટાળા થયા હોવાના આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે બીજી તરફ જૂનાગઢ સિવિલના અધિકારી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સુશીલ કુમારે પોતાના બચાવવા કહ્યું હતું કે આવી હજુ કોઈ માહિતી આવી નથી.પરંતુ ઉપરી અધિકારીની નજીક ગણાતા બાયોમેડિકલ એન્જિનિયર પર મહેરબાન અધિકારી સુશીલ કુમાર પણ ક્યાંક ને ક્યાંક આવા કર્મચારીઓને બચાવવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે આવડા મોટા કાંડ ની જો બધા ને ખબર પડી જતી હોય તો શું પોતાની ઑફિસ માંજ કામ કરતા આવા લોકો પર નજર નહિ હોય? સિવિલ સ્ટાફ પણ કહી રહ્યો છે કે એક પછી એક જ્યાં નઝર પડે ત્યાં ભ્રષ્ટાચારના ભરડા જોવા મળે તેમ છે તો શા માટે આવા લોકો પર કોઈ કાયદાકીય પગલા ભરવામાં નથી આવતા ? શું આવા એક બે કર્મચારીઓ ચિપટીમાં આવશે મોટા અધિકારીઓ ના નામ બહાર આવવાનો ડર છે ? કે પછી પોતાને પવિત્ર રાખવા ગમે તે કર્મચારી ગમે તેવા ભ્રષ્ટાચારના ઇન્જેક્શન ભરશે છતાં અધિકારીઓ મૌન રહેશે. સરકાર ની ગ્રાન્ટ ને પાયમાલ કરવાનો શોર્ટ કટ અપનાવતા કર્મચારી પર મોટા અધિકારીઓ ના ચારે હાથ હોય તેમ લાગી રહ્યું છે.બીજી તરફ એવા પણ પ્રશ્ન ઊભો થયા છે કે જો જૂનાગઢ સિવિલ માં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સિવિલના ડીનની પણ ભ્રષ્ટાચાર કર્યાની વેબ સિરીઝ બને એવુ છે.લાગે આવનાર સમયમાં એક પછી એક મોટા ગોટાળા સામે આવશે અને સિવિલમાં નવા જૂની થશે..