જામનગર તા. ૨૦ ઓકટોબર, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના યુવક
યુવતીઓ શારીરિક રીતે સક્ષમ રહે તેમજ તંદુરસ્ત જળવાઈ રહે તે માટે રાજ્યના અન્ય તાલુકાની જેમ જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાની જે.પી.એસ.સ્કૂલ,કાલાવડ ખાતે તાલુકા જીમ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે. કાલાવડની જાહેર જનતાને આ જીમ સેન્ટરનો લાભ લેવા માટે તા.૦૧/૧૧/૨૦૨૧ પહેલા જે.પી.એસ.સ્કૂલ,કાલાવડ ખાતે પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે. આ જીમ સેન્ટરનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.