ખેલો ઇન્ડિયા દ્વારા દીવ ખાતે બીચ ફૂટબોલ સ્પર્ધાનું એક અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફૂટબોલની રમતમાં દરિયાકાંઠે યોજાતી બીચ ફૂટબોલનું એક અનોખું જ મહત્વ રહેલું છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારત દેશના કુલ આઠ રાજ્યોની ટીમ વચ્ચે સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું અને દીવ ખાતે તારીખ 19 મેથી 23 મે સુધી આ સ્પર્ધા યોજાઈ હતી.
જામનગર શહેરની પ્રખ્યાત NCFC ફૂટબોલ ક્લબના આસિસ્ટન્ટ કોચ અને જામનગરની સેન્ટઆન્સ સ્કૂલના સ્પોર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા યુવા મહિલા ફૂટબોલ ખેલાડી સંધ્યા શર્માએ પણ જામનગરમાંથી ગુજરાતની ટીમમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ગુજરાતની ટીમ ફાઇનલમાં રનર્સ-અપ થઈ અને સિલ્વર મેડલ મેળવ્યું હતું.
દીવ ખાતે દરિયાકાંઠે પાંચ દિવસ માટે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારત દેશના ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા સહિતના રાજ્યો તેમજ આંદોમાન નિકોબાર સહિતની મહિલા ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતની ટીમ દ્વારા સૌપ્રથમ લીગ મેચમાં 26-1 ગોલ કરી અને અંદોમાન નિકોબાર સામે જીત મેળવી હતી, ત્યારબાદ 7-6 ગોલકરી અને યુપી સામે બીજા મેચમાં જીત મેળવી. જ્યારે 4-3થી રાજસ્થાન સામે ત્રીજા મેચમાં જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાતની ટીમે સેમિફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 9-4 થી જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યારે દીવ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની બીચ ફૂટબોલ સ્પર્ધામાં ફાઇનલમાં ખુબ રસાકસીભર્યા મેચમાં ઓરિસ્સા સામે ગુજરાતની ટીમનો પરાજય થતા ગુજરાતની ટીમ રનર્સ-અપ જાહેર થઈ હતી.
ગુજરાતની ટીમમાંથી નેતૃત્વ કરતી જામનગરની એનસીએફસી ક્લબના આસિસ્ટન્ટ કોચ અને સેન્ટઆન્સ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર સંધ્યા શર્માએ પણ આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને એનસીએફસી ક્લબના હેડ કોચ પૃથ્વીરાજસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ સંધ્યા શર્માએ સમગ્ર મેચ દરમિયાન પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ દેખાડ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની દિવ ખાતે યોજાયેલી બીચ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લામાંથી ગુજરાતની ટીમમાં સંધ્યા શર્માએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી અને જામનગર તેમજ એનસીએફસી ક્લબનું ગૌરવ વધાર્યું છે.
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
