જુવાનપુર ગામની મહિલાનું કૂવામાં પડી જવાથી મૌત થયેલ હોઈ લાશને પી.એમ અર્થે ખંભાળિયા ખસેડાઇ હતી લાશને સાંજના 7 વાગ્યાથી હોસ્પિટલમાં લઈ આવેલ મોડી રાત્રી સુધી પી.એમ કર્યું નહીં. ડોકટરો એ માનવતા નેવે મૂકી લાશનું મોડી રાત સુધી પી.એમ કર્યું નહીં અને એક બીજા પર ડોક્ટરોઓ ખો આપતા નજરે ચડ્યા.
સમગ્ર મામલે પરિવારજનોમાં ભારે રોષ તો મામલાની ગંભીરતા લઈ પી.આઈ વી.વી વાગડીયાએ ડોક્ટરો સાથે કરી રકઝક. ડોકટરોની મનમાની ના કારણે નિર્દોશ ગરીબ પરીવારની મહિલાની લાશ સાથે હેરાન થયા 6 કલાક વીત્યા બાદ આખરે ડોકટરોએ પી.એમ અહીં નહીં થવાનું જણાવતા મામલો ગરમાયો. જિલ્લાની અદ્યતન સરકારી હોસ્પિટલ હોવાં છતાં લાશનું પી.એમ ન થતા પરિવારજનોમાં રોષ ભભૂક્યો પી.આઈ અને ડોકટર વચ્ચે થઈ પી.એમ કરવા મામલે બોલાચાલી ખંભાળિયા હોસ્પિટલમાં ચાલતી લાપરવાહી વધુ એક વખત સામે આવી.