Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન

https://youtube.com/live/sLaCBa_z4bk?feature=share
ધંધુકામાં પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા સાથે વરસાદે ચોમાસાનું આગમન
ધંધુકામાં આજ રોજ દિપળતી ગરમી અને ઉકળાટ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. સઘન પવન અને ધૂળભરી હવાના ઘમાસાન વચ્ચે અંધારું છવાતાં શહેરના અનેક વિસ્તારોમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી. આ વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વીજળીના કડાકા અને ધોધમાર વરસાદે ચોમાસાની ઔપચારિક આગમન જાહેર કરી દીધું હોય તેમ લાગ્યું.
પ્રારંભમાં ધીમીધારે શરૂ થયેલ વરસાદે થોડી વારમાં અનરાધાર સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર વિસ્તારને ભીંજવી દીધો. શહેર તથા આસપાસના ગામો માં ઉકળાટથી તણાઈ રહેલા રહેવાસીઓએ વરસાદથી મોટી રાહત અનુભવવી હતી . સાથે સાથે, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આનંદ છલકાયો હતો.
આ પવન અને વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા અને નરમ વૃક્ષોનાં તણાવાયેલા શાખાઓ રસ્તા પર આવી ગઈ હતી. લોકોનું કહેવું છે કે પવન અને ધૂળના ઝપાટામાં થોડીવાર દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી, જેના કારણે
વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વરસાદ  ચોમાસાની ઔપચારિક શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે ખેડૂતો ખેતી માટે વાવણી શરૂ કરે તેવી શક્યતા વધતી જોવા મળી રહી છે.
 ધંધુકાના અનેક વિસ્તારોમાં ઉડી રહેલી ધૂળ, ધરાશાયી વૃક્ષો અને નમ પવનવાળું વાતાવરણ જોઈ શકાય છે. વરસાદ પછી લોકો રસ્તા પર નીકળી મોજ માણતા પણ નજરે પડ્યા. તો આ વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી.
આ વરસાદથી ચોમાસાનું પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તો અસહ્ય ગરમી રહેલા લોકો માટે આ વરસાદથી ઠંડક પ્રસરતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/

FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?