ધાડ સાથે લૂંટ કરવાના ઇરાદે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરતા છ ઈસમો ને પકડી પાડી ગંભીર પ્રકારના ગુન્હો બનતો અટકાવતી શાપર વેરાવળ પોલીસ.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ રાજકોટ વિભાગ દ્વારા ઘરફોડ ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલા ગુન્હા ઓ તેમજ શરીર સંબંધી ગુન્હા ડિટેક કરવા સુચન કરેલ હોય તેમજ પોલીસ અધીક્ષકશ્રી બલરામ મીણા સાહેબ ની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ શ્રી પી.એ. ઝાલા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ ની સૂચના થી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એ.ગોહેલ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી તથા ચોરી મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુના હો અટકાવવા તેમજ કોણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના પોષ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવસાદ ભાઈ ચૌહાણ તથા ફાલ્ગુનભાઈ સાગઠીયા એ રીતે ના પીસીઆર મોબાઇલમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા.મા હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુલદીપ સિંહ ગોહિલ સાહેબ નવ ની હકીકત આધારે બ્લુ કલરની hyundai કાર gj 06 એચ.એલ 7342 માં રેહાન શાહ નવાજ ખરેડીયા તથા આકાશ ત્રીકમભાઈ સોલંકી રહે. બંને બુધ નગર વેરાવળ તા. કો. સાં. તેના સાગરીતો સાથે ધાડ સાથે લૂંટ કરવાના ઇરાદે ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાઓ કરવા ગોંડલ તરફથી સાપર તરફ નીકળવાના હોય તેવી ગુજરાતી ચોક્કસ બાતમીના આધારે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ ની બાતમી I20 કાર પર વોચ રાખી અને ગાડી પકડતા, ગાડીમાંથી કુહાડી , છરી, લાકડાનું બેટ પાઇપ લાકડાના ધોકા કબજો કરી અટકાયત કરી પકડાયેલા (1) આરોપી સોહેલ ઉર્ફે રહેન શાહ નવાજ ખરેડીયા, રહેવાસી બુદ્ધ નગર મફતીયા પરા,શાપર વેરાવળ (2) કાશ ત્રીકમભાઈ સોલંકી રહેવાસી બુદ્ધ નગર મફતીયા પરા શાપર વેરાવળ (3) ઉદય ઉર્ફે ઉદય ભરતભાઈ રહેવાસી શીતલા મંદીર ગાયત્રી પારડી (4) પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઈ મકવાણા રહેવાસી વિશ્વાસ સિટી એપાર્ટમેન્ટ ઢોલરા રોડ શાપર (5) કિશન જીતુભાઈ સિંગરખીયા રહેવાસી બુદ્ધ નગર મફતીયાપરા શાપર વેરાવળ (6) પ્રમોદ દશરથ શાહુ, રહેવાસી કસુંબા ગેટ ની અંદર બુદ્ધ નગર શાપર વેરાવળ

ઘાતક હથિયારો સાથે ચાર મોબાઇલ ફોન તથા 9055 રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા છ શખસો લૂંટ ચોરી ધમકી અને દારૂ સહિત અનેક ગુનામાં પકડાઇ ચૂક્યા છે છ એ શખ્સો કારમાંથી હથિયારો સાથે ગાડ પાડવાના ઈરાદે નીકળેલા હતા શાપર વેરાવળ પોલીસે સતર્ક રહીને કોય ગુના બંને પહેલા અટકાવ્યા અને આ અંગે સાપર વેરાવળ પોલીસે છ એ શખ્સો ની વધુ પુછપરછ હાથ ધરી છે

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ