સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ક્યાંયને ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે અતિ વૃષ્ટિ, પાક નિષ્ફ્ળ ને સરકાર દ્વારા પાક વીમો નહિ ચૂકવો સહિતની મુશ્કેલી નો સામનો ખેડૂતો કરી રહ્યાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને વધારે એક મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે.
શિયાળા દરમિંયાન કરેલ રવિ પાક વાવેતરમાં ચણા ,જીરું અને ધાણા નું મોટા પાયે વાવેતર થયેલ થયુ, પરંતુ પ્રતિકૂળ વાતાવરણે લઈ ને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયેલ છે, રવિ સીઝનના પાકનું વાવેતર કરવા માટે ખેડૂતોએ ખુબજ મોટો ખર્ચ કરેલ છે ત્યારે આ પાકો જેમાં ધાણા અને ચણા ના પાકને વ્યાપક નુકસાન થયેલ છે, ચણા ના પાકમાં રોગ આવતા ચણાનો પાક નિષ્ફ્ળ જેવી હાલત છે સાથે ધાણા ના પાકમાં પણ એજ હાલત થયેલ છે.
ખેડૂતો એ કરેલ વાવેતરમાં એક વીઘા માં 15 હજાર જેટલો વાવેતર અને ઉત્પાદન ખર્ચ છે તેની સામે તેવો ને માત્ર 3 થી 4 હજાર રૂપિયાનું મળી રહ્યાં છે જે જોતા ટેવોને મોટી નુકશાની જઈ રહી છે, ત્યારે સતત પાક નિષ્ફ્ળ અને પાક નુકસાનના ભોગ બની રહેલ ધોરાજીના આ ખડૂતો એ તેવો ના ખેતરમાં બેસી ને ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે કે તેવો ની વ્હારે આવે અને તેવો ને પાક નિષ્ફ્ળ જેવી સ્થિતિમાં મદદ કરે અને અહીં સર્વે કરી ને પાક વીમો આપે, જેથી તેવો ની થોડોક ટેકો થાય અને આવી રહેલ બીજી સીઝનમાં નવા પાક ના વાવેતરમાં થોડીક આર્થિક મદદ મળી શકે.