ખેડૂતોને પૂરતી વીજળીના આપવાના રાજ્ય સરકારના દાવા ઓ પોકળ સાબિત થઇ રહ્યા છે અને ખેડૂતને પૂરતી વીજળી નહિ મળતા ખેડૂતો માં રોષ જોવા મળી રહયો છે અને ખેડૂતોનો પાક મુરઝાઈ રહયો છે, ધોરાજીમાં પણ ખેડૂતો એ વીજળીની માગ સાથે સુત્રોચાર કર્યા હતા અહીં માત્ર 3 કલાકજ વીજળી મળતા પૂરતી વીજળીની માગ કરી રહ્યાં છે
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો એ પૂરતી વીજળીની માંગ સાથે સુત્રોચાર કર્યા હતા અને પૂરતી વીજળીની માગ કરી હતી, ધોરાજીના ખેડુતને પૂરતી વીજળી નહિ મળતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે અને કુવા બોરમાં પાણી હોવા છતાં વીજળીના અભાવે તેવો તેના પાકને પૂરતી સિંચાઈ આપી શકતા નથી, આ જ પરિસ્થતિ સૌરષ્ટ્રભરમાં છે હાલ ઉનાળાનું વાવેતર થઇ ચૂક્યું છે અને ખેડૂતોને ખેતરમાં તેના વાવેલ પાકને પિયત નો સમય ચાલી રહયો છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટી ખેતરમાં જે 8 કલાક વીજળી મળવી જોઈએ તે મળતી નથી, અને માત્ર 3 કલાક કરતા પણ ઓછા સમયમાં માટે વીજળી આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોને પિયતમાટે ખુબજ મોટી મુશ્કેલી થઇ રહી છે, અપૂરતી વીજળી ને લઈને ખેડૂતોને હાલ કુવામાં પાણી હોવા છતાં તેવો તેના પાકને પૂરતી સિંચાઈ આપી શકતા નથી અને જે વીજળી આપવામાં આવે છે તેને લઈને ખેતરોમાં પિયત થઇ શકે તેમ નથી સાથે સાથૅ રાત્રી દરમિયાન વીજળી આપવા થી ખેડૂતોને સતત રાત્રે જાગવું પડે છે સહે સાહત અપૂરતા દબાણની વીજળી ને લઈને ખેડૂતોને બોર અને કૂવાની મોટરો બળી જાય છે અને મોટી નુકશાની થઇ રહ્યી છે, એક તરફ ખેડૂતોએ વાવેતર કરવા માટે મોંઘા બિયારણ ખાતર તમામનો ખર્ચ કરી કરી નાખ્યો છે ત્યારે અપૂરતી વીજળી ને લઈને ખેડૂતોની હાલત દયનિય છે ત્યારે ધોરાજીના ખેડૂતો સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે ખેતરોમાં પાકના જીવન દાન માટે પૂરતી વીજળી આપવામાં આવે.