Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ધોરાજીમાં ટ્રક માલિકો અને ટ્રક એસોસિયેનમાં રોષ જોવા મળ્યો

દેશભરમાં ડીઝલના ભાવ વધારા ને લઈને મોટી મુશ્કેલી ઉભી થઇ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રક માલિકો અને ટ્રક એસોસિયેનમાં રોષ જોવા મળ્યો છે, નાના એવા ધોરાજી શહેરમાં જ 40 % ટ્રક ના પૈડાં થંભી ગયા છે, ડીઝલમાં સતત થઇ રહેલા ભાવ વધારા ને પગલે ટ્રક ભાડામાં સતત વધારો થતા ટ્રકોના ભાડાંઓ બંધ થયેલ છે જેના પગલે ટ્રકોના ડ્રાયવર અને ક્લિનરો બેકાર થયા છે અને તેના પરિવારોને મોટી મુશ્કેલી સર્જાઈ છે, સાથે સાથે ટ્રકોના ટાયર અને તમે વપરાતા પાર્ટ પણ મોંઘા થઇ જતા મુશ્કેલીમાં વધારો થયો છે,

સાથે સાથે સરકાર દ્વારા ટ્રકના રોડ પાસીંગની ફી માં પણ તોળાઈ રહ્યો છે, ત્યારે ધોરાજીના ટ્રક એસોસિયન અને ટ્રક માલિકો માં રોષ જોવા મળ્યો હતો સરકાર પાસે આ ભાવા વધારો પરત ખેંચવા માટે વિનંતી કરી રહ્યા છે અને જો આ ડીઝલનો ભાવ વધારો પરત નહિ ખેંચાય તો ટ્રક માલિકો માલિકોને ટ્રકો ચાલવાની મોટી મુશ્કેલી સર્જાશે અને ટ્રક માલિકો સાથે ટ્રક ક્લિનરોના પરિવારો પણ મુશ્કેલીમાં મુકાશે.

Related posts

જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

cradmin

JAMNAGAR: જામનગરમાં સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ઈ.ઈ.ડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ યોજાયો

cradmin

ધોળે દિવસે સુરતમાં લોખંડનાં સળીયા અને તમંચો બતાવી લુંટ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!