ધોરાજી મા લગ્ન માં લિંબુ ભેટ રાજકોટ જીલ્લા ના ધોરાજી ના એક પરિવારે દીકરાના લગ્નમાં સોનાચાંદીની ભેટ ની જગ્યાએ લીંબુની ભેટ આપીને મનોરંજન સાથે લગ્ન માં આનંદ કર્યો
કોઈ ના લગ્ન થતા હોય ત્યારે વર અને વધુ ને કોઈ ને કોઈ ભેટ આપવામાં આવતી હોય છે, અને ક્યારેક આવી ભેટ હાસ્યનું મોજું ફેલાઈ જાય છે, હા આવીજ એક ભેટ ધોરાજી ના એક યુવકના લગ્નમાં આપવા આવી ને અહીં હાજર દરેક વ્યક્તિના મોઢા ઉપર હાસ્ય આવી ગયું હતું, જી હા વાત છે ધોરાજીના મોણપરા પરિવારની જાય મોણપરા પરિવારના દીકરાના લગ્ન લવાયા હતા અને વરરાજા ને પીઠી ની રસમ ચાલતી હતી અને આ વરરાજા ને પીઠીના પ્રસંગે સોના ચાંદી ના દાગીના ની ભેટ તો મળતી હતી પરંતુ આજે તો તેને તેના પરિવારે વરરાજા ને લીંબુ ભેટ આપીને અહીં હાજર દરેક વ્યક્તિ ને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, હાલ લીંબુનો ભાવ 1 કિલોના 300 થી 400 રૂપિયા જેટલા છે ત્યારે મોણપરા પરિવારે વરરાજા ને 5 કિલો કરતા વધુના લીંબુ ભેટ આપ્યા હતા, લોકો પણ આજે અનોખી ભેટ જોઈ ને હસવું આવી ગયુ હતું અને આ પ્રસન્ગ ને આનંદમાં વધારો થઇ ગયા હતો.