અમન શાંતિ અને ભાઈચારા નું સંદેશ આપનાર અને માનવતા ના મસીહા અને દરેક જીવ માટે દયાળુ દ્રષ્ટિ દખાવનાર અને ઇસ્લામ ધર્મ ના સ્થાપક મોહમદ પયગમ્બર સાહેબ નો જન્મ દિવસ જેને મુસ્લિમો ઈદ એ મિલાદ ના નામ થી મનાવે છે ધોરાજી બહાર પૂરા સુન્ની મુસ્લિમ જમાત તરફ થી બહાર પૂરા ખલીફા મસ્જિદ પાસે 12 રાત્રિ સુધી દરોજ રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી વાયઝ શરીફ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ખતિબ એ જીશા મુકરીર એ હિન્દુસ્તાન અલ્લામા મોલાના મુફ્તી ગુલામ ગોશ અલ્વી યુલ હાશમી સાહેબ નું બયાન થાઈ છે વાયજ બાદ કોરોના નાબૂદી માટે અને દેશ માં અમન શાંતિ માટે દુઆ કરવામાં આવે છે આં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બહાર પૂરા સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ અલ અમીન પેઈન્ટર કાસમ ભાઈ કુરેશી હનીફ સાહેબ બ્લોચ અશફાક સાઈનિંગ વાલા હાજી સુલેમાન ભાઈ મત્વા ( ભંગાર વાલા ) અયુબ ભાઈ ચોહાણ સિરાજ બાપુ બુખારી જહેમત ઉઠાવી રહ્યા છે.
તા ૧૮ ના રોજ ધોરાજી ની દરેક મસ્જિદ માં રાત્રે ઈશા ની નમાજ બાદ યાસીન શરીફ અને દુઆ એ ખેર થશે અને તા ૧૯ ને સોમવાર ના રોજ વહેલી સવાર માં પયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ના પવિત્ર સમયે દરુદ શરીફ અને નાત શરીફ સાથે સલામ પઢવામાં આવશે અને મોહમદ પયગમ્બર સાહેબ ના બાલ મુબારક ના દીદાર કરાવવામાં આવશે આ પવિત્ર તહેવાર નિમિતે સૈયદ હાજી કયુમ બાવા શિરાજી સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી સૈયદ શકીલ બાપુ શિરાજી અને મુફ્તી નવાજ સાહેબ મોલાના હાફિઝ અવેશ સાહેબ અને મુસ્લિમ મત્વા માલધારી સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી મેમણ મોટી જમાત ના પ્રમુખ અફરોજ ભાઈ લકડકૂટા જિલ્લા લઘુમતી ભાજપ ના ઉપપ્રમુખ બોદું ભાઈ હાસમ ચોહાણ પાલિકા ના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પોઠિયા વાલા પ્રદેશ લઘુમતી ભાજપ ના ઉપપ્રમુખ હમીદ ભાઈ ગોડીલ મંત્રી શાહનવાઝ ભાઈ પોઠિયાવાલા સલીમ ભાઈ શેખ
અકીલ ભાઈ પટેલ રિયાઝ ભાઈ દાદાની સામાજિક આગેવાન જબાર ભાઈ નાલ બંધ મોહમદ કાસીમ ગરણા હાજી અમીન ભાઈ મતવા યાસીન ભાઈ કુરેશી સહિત ના એ લોકો ને મુબારક બાદ પાઠવી છે.