પાલિકા તંત્ર આળશ ખંખેરે એ જરૂરી નહિતર ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે એવી ભીતિ. ધોરાજી માં શહેર ના મુખ્ય માર્ગો પર જર્જરિત ઇમારતો લોકો પર યમદૂત બની ને ઉભી છે ધોરાજી શહેર માં લાંબા સમય થી ચીફ ઓફિસર ની જગ્યા ખાલી હોવાને કારણે પાલિકા ના અંધેર નગરી જેવું ઘાટ ઘડાયો છે ધોરાજી માં લાંબા સમય થી શહેર ના મુખ્ય માર્ગો પર જર્જરિત ઇમારતો ઊભી છે મુખ્ય માર્ગો પર ઊભેલી જર્જરિત ઈમારતોને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે જર્જરિત ઇમારતો ગમે ત્યારે કડક ભૂષ થઈ શકે એવી સ્થિતિ છે.
જ્યારે પાલિકા તંત્ર ના સબંધિત વિભાગ ના અધિકારીઓ જર્જરિત ઈમારતોને થી અજાણ છે અનેક લોકો એ ફરિયાદ કરી હોવા છતાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓ ના પેટ નું પાણી હલતું નથી લોકો એવો સવાલ કરી રહ્યા છે કે સુ પાલિકા તંત્ર કોઈ જાનહાનિ ની રાહ જોઈ રહ્યું છે કે સુ અને જર્જરિત ઇમારત પાસે કોઈ પણ જાત ના સૂચના અને ચેતવણી ના બોર્ડ પણ લગાવવામાં આવેલ નથી આમ ધોરાજી પાલિકા તંત્ર ભર નિંદ્રા માં પ્રોધી રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે ધોરાજી માં જર્જરિત ઈમારતોને પાસે ખાસ કરી ને તાકીદ માત્ર સૂચન ના બોર્ડ લગાવવા જોઈ અને તિયથી લોકો હલન ચલણ ના કરે એ બાબતે પોસ્ટર બેનર લગાવી લોકો ને સાવચેત રહેવા સૂચન કરવું જોઈ