રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે એક લગ્ન પ્રસંગમાં મોંઘી ગિફ્ટ ના બદલે તેલનો ડબ્બો ગેસનો બાટલો આપવામાં આવ્યો હતો. ધોરાજીમાં મકવાણા પરિવાર ને ત્યાં આ લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યારે વરરાજાના મિત્રોએ પોતાના મિત્રને તેમના લગ્ન જીવન દરમિયાન મોંઘવારીનો સામનો કરી રહી શકે એટલા માટે મોંઘો તેલનો ડબ્બો તેમજ ગેસનો બાટલો આપ્યો હતો
એક તરફ મોંઘવારીને લઈને થતા ભાવ વધારા સામાન્ય પ્રજાને રડાવી રહી છે અને બીજી તરફ આ આજ મોંઘવારી લોકોને મનોરંજન પણ કરાવી રહી છે, આ મોંઘવારીના પડઘા લગ્ન પ્રસંગમાં જે ભેટ સોગાત આપવામાં આવે છે તેમાં પણ જોવા મળી રહેલ છે, થોડા દિવસ પહેલા જયારે લીંબુના ભાવ આસમાને હતા ત્યારે વરરાજાને લગ્નની ભેટમાં લીંબુ આપવામાં આવ્યા હતા, હવે આવીજ એક રમૂજ સાથેની ભાવધારણાની વ્યથા ખાદ્ય તેલની જોવા મળી છે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મકવાણા પરિવારમાં લગ્ન હતા અને વરરાજા આકાશભાઈના લગ્નમાં તેના મિત્રો એ તેને લગ્નની ભેટ તરીકે એક ખાવાના તેલનો ડબ્બો અને ગેસનો બાટલો આપ્યો હતો, ગેસના બાટલાને હાર પહેરાવ્યો હતો અને તેલના ડબ્બા ને પણ હાર પહેરાવીને તેના મિત્રો દ્વારા આ ભેટ આપીને વધી રહેલ મોંઘવારીમાં મધ્યમ પરિવારની શું હાલત છે તે બતાવી હતી, એક તરફ રમૂજ થાય અને બીજી તરફ મધ્યમ વર્ગ જે મોંઘવારી સામે લડી રહ્યો છે તેની વ્યથા દર્શાવતી આ ઘટના બતાવે છે કે મધ્યમ વર્ગ ને હાલ ઘર ચલાવું પણ ખુબજ મુશ્કેલ છે.