Samay Sandesh News
ક્રાઇમગુજરાતસુરત

ધોળે દિવસે સુરતમાં લોખંડનાં સળીયા અને તમંચો બતાવી લુંટ

સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. ચોરી, લૂંટ અને હત્યા સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ કેટલાક વિસ્તારોમાં લૂંટ અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરત શહેરનાં પુણા વિસ્તારમાં બંદુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાની, ઘટનાં સામે આવી છે.સુરત શહેરમાં વધતા જતા ક્રાઈમ ને કારણે સામાન્ય જનતામાં ડરનો માહોલ છવાયો છે.કારણ કે, સામે ઉભેલો કોઈ વ્યક્તિ ક્યારે શું કરી બેસે છે? તેની કોઈને જ ખબર નથી! ફરી એક વખત આવી જ ઘટના બનતા વ્યાપારી અને લોકોમાં ડરનો માહોલ છવાયો છે.મળતી માહિતી અનુસાર ત્રણ જેટલા લૂંટારુઓ દુકાનમાં ઘૂસી બંદૂક અને લોખંડનો પાઈપબતાવીને ખુલ્લેઆમ લૂંટ મચાવી હતી.

મહારાષ્ટ્ર(MH13BB2997) ની ગાડી નંબર પ્લેટ લઈને મોટરસાયકલ ઉપર આવેલા આ લૂંટારૂઓએ ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થયાં હતા.આ સમગ્ર ઘટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના સર્જાતા જ પોલીસને આ અંગે જાણકારી આપવામાં આવીહતી.પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળેપહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી. આ મામલે પુણા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવનગર : ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી યોજાઈ

samaysandeshnews

ક્રાઇમ: ઓડિશાની શાળાના પટાવાળાએ ધોરણ 3 ની છોકરી પર બળાત્કાર કર્યો, ગુસ્સે થયેલા સ્થાનિકોએ પોલીસ વાહનને આગ લગાવી

cradmin

Leave a Comment

error: Content is protected !!