Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

નવા ધનાળાના પાટીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત

માળીયા હાઇવે પર નવા ધનાળા ગામ પાસે બુધવારે વહેલી સવારે મુંબઈથી કચ્છ તરફ જઈ રહેલ કારને ટ્રેલરે જોરદાર ટક્કર મારતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોમાંથી બે મહિલા અને એક પુરુષનું મોત નિપજ્યું હતું.જ્યારે બે લોકોને ઇજા પહોંચી હતી.

હળવદ માળીયા હાઈવેપર વહેલી સવારે કારને ટ્રેલર ચાલકે અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર સામું બેન વસ્તાભાઈ પટેલ,મોંઘીબેન માનાંભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં જ્યારે ઋત્વિકભાઇ માનાભાઈ પટેલ વસ્તારામ ભાઈ નારણ ભાઈ પટેલને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતાં હળવદ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને હળવદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતાં. બનાવને પગલે હળવદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

Related posts

હિન્દુ જાગરણ મંચ જામનગર જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ ફલીયા ની નિમણુક કરાઈ છે.

samaysandeshnews

ગુજરાત સરકારે છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.10,000 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી

cradmin

જામનગર : જામનગરના યુવાને વિદેશની ધરતી પર પોતાની તાકાત બતાવી

cradmin

Leave a Comment

error: Content is protected !!