જામનગર રહીશને નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના નામની પેઢી બનાવી તેમાં નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચીટીંગ કરી રૂપીયા મોકલાવી ગુન્હો કરેલ જે ગુન્હાનો ભેદ ઉકેલતી જામનગર સીટી “ સી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ગઇ તા .૮ / ૧૨ / ૨૦૨૧ ના રોજ હરીશભાઇ જેઠાભાઇ પરમાર રહે . જામનગર નાઓએ પો.સ્ટે . આવી જણાવેલ કે મેહુલનગરમાં રહેતા જતીનભાઇ પાલાએ આજથી આશરે બે મહીના પહેલા મને મળી તેને જણાવેલ કે મુબંઇમાં સારા પગાર સાથે આંગણીયા પેઢીમાં નોકરી કરવી હોય તો સંપર્ક કરશો જેથી આ હરીશભાઇ પરમારે તેનો સંપર્ક કરતા તેને જતીન પાલા તથા જામનગર નો બીજો વ્યક્તિ મોહીત પરમાર રૂબરૂ મળેલ અને તેની પાસેથી નોકરી માટે કંરટ અને સેવીંગ એકાઉન્ટ નવા ખાતા ખોલવા પડશે તેમ જણાવી તેના ડોક્યુમેન્ટ મેળવેલ જે આધારે જતીન પાલા અને મોહીત પરમારે પી.એલ.કન્સલટન્ટ નામની ખોટી પેઢી બનાવી અને તે પેઢીના નામના કરંટ અને સેવીંગ એકાઉન્ટ ખોલાવેલ જેમાં એકાદ મહીના માંજ આશરે ૪૦ લાખ જેટલા રૂપીયા ની લેવડ દેવડ જણાઇ આવતા હરીશભાઇ પરમારને તેના ખાતાનુ દુર ઉપયોગ થતો હોવાની શંકા ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થયેલ નુ જણાતા આ બાબતે જામનગર સીટી સી ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં. – ૧૧૨૦૨૦૦૨૨૧૨૩૬૫ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન સાહેબની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પો.સબ.ઇન્સ . શ્રી આર.ડી.ગોહીલ નાઓને સોંપેલ છે .
તપાસ દરમ્યાન જતીન પાલા તથા મોહીત પરમારના રહેઠાણ ઉપર થી એક્સીસ બેન્ક , આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક , એચ.ડી.એફ.સી. બેન્ક , યશ બેન્ક ના જુદીજુદી વ્યક્તિઓના નામના એટી.એમ.ડેબીટ કાર્ડ કુલ ૩૦ તથા ચેક બુક કુલ ૨૯ તથા પેઢીના રબર સ્ટેમ કુલ ૨ તથા મોબાઇલ તથા કુલ સીમ કાર્ડ ૬ મળી આવેલ જેમાં પોલીસને મોટા કૌભાંડની જાણ થતા આ બંન્ને આરોપીઓની સંધન પુછપરછ કરવામાં આવી અને આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સજેકશન હીસ્ટ્રી મેળવામાં આવેલ જેમાં છેલ્લા બે મહીનામાંજ કુલ ૬ કરોડ ૯૫ લાખ રૂપીયા નુ ટ્રાન્જેકશન જણાઇ આવેલ તેમજ હાલમાં આ ખાતાઓમાં ૨૪ લાખ ૦૮ હજાર રૂપીયા મળી આવેલ જે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરેલ છે અને તમામ રૂપીયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને જામનગર તથા રાજકોટ થી આંગણીયા પેઢી મારફતે મોકલી આપેલ છે.
આ રૂપીયા નાઇજીરીયન ગેન્ગ દ્રારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચીટીંગ કરીને મોકલેલ છે જેમાં જામનગર ના બંન્ને સખ્સોએ ( ૧ ) જતીન પાલા તથા ( ૨ ) મોહીત પરમાર નાઓએ રીસીવર ( આજામેન ) તરીકેની ભુમીકા ભજવેલ છે જે માહીતી મળતા કે.એલ.ગાધે પો.ઇન્સ . દ્વારા ઉપરી અધિકારીનુ માર્ગદર્શન મેળવી સીટી સી ડીવીઝનના પો.સબ.ઇન્સ . આર.ડી.ગોહીલ ની ટીમને મુબંઇ ખાતે રવાના કરેલ સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ની મદદથી મુબંઇ મહારાષ્ટ્ર ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કા ને ટેકનીકલ એનાલીસસના આધારે સ્થાનીક પોલીસની મદદથી પકડી પાડેલ છે અને આ સમગ્ર ગેરકાયદેશર નાણા વ્યવહાર નાઇજીરીયન ફ્રોડથી એકત્રીત કરેલનુ જણાઇ આવેલ છે આ નાણાકીય વ્યવહારામાં દીલ્લી , બેર્ગલોર , બરોડા ખાતે નાઇજીરીયન ફ્રોડ બાબતની ફરીયાદ થયેલ છે આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પોલીસ ઈન્સપેકટર કે.એલ , ગાધે તથા પો.સબ.ઇન્સ . આર.ડી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ . હીતેષભાઇ ખોડભાઇ ચાવડા તથા ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા તથા પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા તથા સુખદેવસિંહ મહોમતસિંહ જાડેજા તથા પો.કોન્સ . ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી તથા દર્શીતભાઇ સીસોદીયા અને સાઇબર ક્રાઇમ પો.સ્ટે.ના બીપીનભાઇ દેસાણી તથા કુલદીપસિંહ જાડેજા તથા ધર્મેશભાઇ વનાણી નાઓએ કરેલ છે.