કરોડો રૂપિયાના રોડ બને ને વરસાદમાં ધોવાય જાય , એ રોડ પર લાખોના ખર્ચે ફરી લેયર બને અને થોડા દિવસોમાં તેમાં ભુંગરા નાખવા રોડ ખોદાય …વાહ મનપા વાહ..
લોકોના કરોડો રૂપિયાના ટેક્સ ઉપરાંત આવતી ગ્રાન્ટ નું કોઈ પણ પ્લાનિંગ વિના પાણી જેમ વહાવતા જૂનાગઢ મનપા પર જુનાગઢની પ્રજા ફિટકાર વરસાવી રહી છે.જાણે કે કોન્ટ્રાકટરો પર ઓળઘોળ અને કાગળ પર કળા કરતી જૂનાગઢ મનપા જનતા માટે નાપાસ સાબિત થઈ છે. જૂનાગઢ એટલે જાણે કે હવે ભ્રષ્ટાચાર નું હબ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા કાગળો તો બને છે પણ અમલ નથી થતો,શહેરના અમુક વિસ્તારોની લાઈટો બંધ,મનપા અધિકારીની વય મર્યાદા ને કારણે નોકરી પૂરી થઈ પરંતુ એક જ અધિકારી ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ ના બે બે ચાર્જ દઈ જાણે પોતે કરેલી ચાપલૂસી ઢાંકતા હોય એવું લાગી રહ્યું છે.જ્યારે નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન ની વાત કરવામાં આવે તો સરકારે આપેલી ગ્રાન્ટ ની ફાઈલો જોઈ જૂનાગઢ મનપા જાણે એવું કહેતી હોય કે “મન કરે એમાં જનતાનું શું જાય છે”આવું લાગી રહ્યું છે.
રખડતા ઢોર ને પાંજરે પૂરવા જાણે મનપા તંત્ર પણ ઢોરની ભાષા શીખવા કોઈ ક્લાસિસ શોધી રહ્યું હોય તો નવાઈ નથી.જૂનાગઢ ની જનતાએ ધૂળની ડમરીઓ સહન કરી માંડ માંડ સારા રોડ મળ્યા પરંતુ મોસમના પહેલા વરસાદે જ જૂનાગઢ મનપાની પોપલીલા છતી કરી સાબિત કરી દીધું કે રોડનું કામ ભલે ગમે એવું થાય પણ ટકા વારીમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.
બીજી તરફ મનપાના મેયરે એવું કહ્યું હતું કે હજુ લેયર બાકી છે પરંતુ અચાનક જ કલેકટર ઑફિસ થી અક્ષરવાડી અને અક્ષરવાડી થી કાળવા સુધી રોડ ને તોડી ગટરના ભૂંગડા નાખવામાં આવી રહ્યા છે.તો શું પ્લાનિંગ વિનાના કામ કરતા પહેલા કોઈને ખ્યાલ નહિ આવ્યો હોઈ,કે પછી આવ્યો માલ ને નાખો વખારે,જેવું કરવામાં આવી રહ્યું છે.કરોડો રૂપિયાના ખર્ચે બનતા પ્લાનિંગ વિનાના રોડ નું આયુષ્ય તો ખબર નથી કેટલું હોય પણ રોડમાં તોડ થયું હોય એવું ચોકકસ લાગી રહ્યું છે.