Samay Sandesh News
અન્યગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ દ્વારા બીલનાથ મહાદેવ ખાતે શ્રાવણ મહિનાના કઠિન અનુષ્ઠાન ની પૂર્ણાહુતી બાદ સામાજિક કર્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઉચ્ચ નેતૃત્વ કરનાર ની પીઠ થાબળો, ઈશ્વર ને સાક્ષી રાખી જીવન જીવો.કોઈ પણ સંપ્રદાય પ્રત્યે છૂતા છૂતનો ભેદ ના રાખો:- પુજય મુક્તાનંદ બાપુ.

વ્યક્તિ એ પોતાના કર્તવ્ય પ્રત્યે અડગ રહેવાની ભાવના વિકસાવવી જોઈએ.:- શિવ ઉપાસક શ્રી  શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢના પુરાતન પ્રાચીન પ્રસિદ્ધ અને સ્વયંભૂ દેવાલય બિલનાથ મંદિર ખાતે ભવ્ય અનુષ્ઠાન અને શિવ પૂજા કરનાર પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજ એક ઉચ્ચ કોટિના પરમ દિવ્ય સાધક રહ્યા છે.

પરમ પૂજ્ય મુકતાનંદ બાપુ ની નિશ્રામાં બિલનાથ મંદિર ખાતે પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજ દ્વારા સવારે આઠ વાગ્યાથી રાત્રે ત્રણ વાગ્યા સુધી સતત શિવપૂજા અને અનુષ્ઠાન વૈદિક વિધિથી અને શાસ્ત્રોથી કરવામાં આવેલ હતું .મૌન વ્રત ધારણ કરી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આ કરી તપ સાધના કરી દિવ્ય ભક્તિ કરી હતી આ દરમિયાન હજારો ભાવિકો શ્રધ્ધા ભાવથી પૂજા અર્ચના માં જોડાયા હતા.સંતો મહંતો ,જુનાગઢ ,પોરબંદર ના સાંસદ ,રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ ,જૂનાગઢ ની ધર્મપ્રેમી જનતા એ પરિવાર સાથે ખૂબ જ ભાવ ભક્તિ લહાવો લીઘો હતો..બિલનાથ મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન શિવાલય છે .તેનો ઇતિહાસ ઘણો જ પુરાણો છે આ જગ્યા ના વિકાસ માં પૂજ્ય ગોપાલાનંદ બાપુએ ગુરુ શ્રી મુક્તાનંદ બાપુએ સેવા અને સાધનાની જ્યોત જબક્તી રાખી છે. જુનાગઢ ના નવાબ પણ આ જગ્યાને ખૂબ જ ભાવથી જોતા હતા અને ખૂબ જ મહત્ત્વ આપતા હતા.

લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એટલે બિલનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહિમા રહ્યો છે ભારતના પંચ અગ્નિ અખાડાના સચિવ અને પરમ શિવ ઉપાસક પરમ પૂજ્ય સંપૂર્ણાનંદજી બ્રહ્મચારી મહારાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે ભાવ-ભક્તિ અને અનુષ્ઠાન કરવામાં આવેલ હતું.જેમાં વિવિધ પ્રકારના પુષ્પોથી શાસ્ત્રોક્ત વિધિથી અને વૈદિક રીતે શિવજીની જૂનાગઢના ઇતિહાસમાં પૂરા શ્રાવણ માસ દરમિયાન પહેલી વખત આવી પૂજા અર્ચના જોવા મળી હતી .રોજ રાત્રે આઠ થી બે વાગ્યા દરમિયાન પૂજા વિધિ જૂનાગઢ વાસીઓને પ્રથમ વખત જોવા અને જાણવા મળી હતી .સરળ સ્વભાવ ,પ્રભાવશાળી અને આગવું વ્યક્તિત્વ પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજને શિવભક્તિનું ખૂબ જ ઉંડું જ્ઞાન છે વર્ષો સુધી હિમાલય ની તળેટી માં સાધના કરી હાલ ગિરનારની ગોદમાં બિલનાથ મહાદેવ ના સાનિધ્યમાં પૂજા અર્ચના કરી પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી પોતે નામ જેવા જ ગુણ ધરાવે છે અને પોતે તપસ્વી વ્યક્તિત્વ ધરાવે છે.

શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવેલ અનુષ્ઠાન સેવા સાધનાની પ્રસાદી સ્વરૂપે મહિનાના કઠિન અનુષ્ઠાન બાદ આપણું સામાજિક કર્તવ્ય કૃષિ યુનિવર્સિટી ખાતે સંતો મહંતોની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સેવાકાર્યમાં હર હંમેશ આગળ એવા મુકતાનંદ બાપુ ના સાનિધ્યમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ હતું .તેમજ બહોળી સંખ્યામાં જૂનાગઢની ધર્મપ્રેમી જનતા અને શિક્ષણ પ્રેમી વર્ગ જોડાયો હતો આ કાર્યક્રમમાં મુકતાનંદ બાપૂ,શેરનાથ બાપુ,સતાધારના વિજય બાપુ,રાજ ભારતીબાપુ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ મોહન ભાઈ કુંડારિયા ,સાંસદ રાજેશ ચુડાસમા,જૂનાગઢ રેન્જ આઈ.જી. મનીંદર પવાર સીંઘ, એસ.પી.રવિ તેજા વાસમશેટ્ટી, ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ ,ભાજપ શહેર પ્રમૂખ પુનિત શર્મા ,પાળીયાદ જગ્યાના મહામંડલેશ્વર નિર્મળાબા,પ્રદીપ મહારાજ, વિચિત્રાનંદ મહારાજ,વિજય જી, ઊપસ્થિત રહ્યા હતા.પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજે સમાજ ને સંદેશ આપતા જણાવ્યું હતું કે. વ્યક્તિ એ પોતાના કર્તવ્ય પ્રત્યે અડગ રહેવાની ની ભાવના વિકસાવવી જોઈએ..ઘરે ઘરે શિક્ષણ નો વ્યાપ વધે તે માટે સંતો,સાહિત્યકારો, સંસ્થાએ ,શિક્ષકો ,અને સમાજ ના નેતૃત્વ કરનાર વ્યક્તિઓ એ સમાજ ને મદદ કરી આગળ વધવું જોઇએ.અને ત્યારે જ ભારત રાષ્ટ્રને વિશ્વ ગુરુ બનાવી શકીશું.રાષ્ટ્ર ધર્મ થી સર્વોપરી કોઈ ધર્મ નથી.વધુમાં મુકતાનંદ બાપુ એ જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવ થી લોકો ને મદદ કરો.નેતૃત્વ કરનાર વ્યક્તિ ની બધા નિંદા ના કરો અને કોઈપણ સંપ્રદાયના વિભાગો ના પાડો..સનાતન ધર્મ મા અને સમાજ મા સચવાયેલી સંસ્કૃતિ વિશે યુવાનો જાણો,ઉચ્ચ નેતૃત્વ કરનાર ની પીઠ થાબળો.ઈશ્વર ને સાક્ષી રાખી જીવન જીવો.કોઈ પણ સંપ્રદાય પ્રત્યે છૂતા છૂતનો ભેદ ના રાખો.શિવ ઉપાસક સરળ સ્વભાવ અને આગવું વ્યક્તિત્વ પૂજ્ય સંપૂર્ણાનંદજી બ્રહ્મચારી મહારાજ ધર્મ સંસ્કૃતિ સાથે ની સેવા કરનાર દિવ્ય આત્મા અને પૂજ્ય મુકતાનંદ બાપુ એટલે શિક્ષણ ની સેવા કરનાર સાધક આમ ગિરનારી ક્ષેત્રના બંને મહાત્મા વાસ્તવમાં આપણા ધર્મને શોભાવતા અમૂલ્ય ક્ષણો છે..

 

Related posts

સુરત માં વેક્સિન ચકાસણી માટે પાલિકાનાં વિચિત્ર નિયમ

samaysandeshnews

ટેકાના ભાવે મગફળી ખરીદી માં ખેડૂતો ને હાલાકી બાબતે ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા નું મહત્વ

samaysandeshnews

Rajkot: છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

cradmin

Leave a Comment

error: Content is protected !!