રાજય સરકારે પશુઓના માલિકોને 60 દિવસમાં પશુઓનું રજિસ્ટ્રેશન કરવા અંગે જાહેરનામુ બહાર પાડતા જ સુરત મહાનગર પાલિકા દ્વારા અમલવારી શરૃ થતા આજે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જાહેરનામુ રદ કરવા માંગ કરાઇ હતી.માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરાલયમાં થયેલી રજુઆત મુજબ અમો માલધારી સમાજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાલિકા દ્વારા પશુઓના રજિસ્ટ્રેશન ફરજિયાત કરવુ એ ગેરબંધારણીય અને અયોગ્ય છે. ગાયોના રજિસ્ટ્રેશન અંગેની કાર્યવાહી દરમ્યાન ગાયોનાં વાછરડા તેમજ ગાયોના મરણ બાદની કાર્યવાહી કરવા અંગે કોઇ જોગવાઇઓ નથી. તેમજ વારંવાર ગાયોનાં રજિસ્ટ્રેશન કરવા કચેરીએ જવાનું તેમજ કોઇ કારણસર તે ગાય ,ભેંસોને વેચાણ કરવામાં આવે તો તે સમયે ખુબ જ હાલાકી થાય તેમ છે. આથી સરકાર દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તે રદ કરવાં માંગ કરી હતી.