- GEBની ડીપીમાં ઓવર લોડ વધી જતા ટેકનિકલ ખામી સર્જાઈ
- દોશીવટ બજારમાં GEBની ડીપીમાં સોટ સર્કીટની ઘટનાં ઘટી
- સ્થાનિક વેપારીઓ દ્ધારા GEBને કરાઈ જાણ
- GEBના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી
- દોશીવટ બજારના સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો
પાટણ શહેરનાં મુખ્ય બજાર તરીકે ઓળખાતા એવા દોશીવટ બજારમાં આવેલી GEBની ઈલેક્ટ્રીકલ ડીપી જે સમગ્ર બજારનાં વહેપારી આલમને વીજ પુરવઠો પુરો પાડી રહી છે જયારે આ GEBની ઈલેક્ટ્રીકલ ડીપીમાં રાત્રી દરમ્યાન અોવર લોડ વધી જતા ડીપીમાં સોટ સર્કીટ થતાં સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો પરંતુ કેટલાક સ્થાનિક અને જાગૃત વેપારીઓ દ્ધારા પાટણ GEBના કર્મચારીઓને ટેલિફોનીક જાણ કરાતાં તાત્કાલિકનાં ધોરણે GEBના કર્મચારીઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા અને દોશીવટ બજારની મુખ્ય ઈલેક્ટ્રીકલ ડીપીમાંથી સોટ સર્કીટનાં કારણે કોઈ મોટી જાનહાનિ ના સર્જાય તે પહેલા જ GEBના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી જે દરમ્યાન થોડીવાર માટે દોશીવટ બજારમાં અંધાર પટનો સ્થાનિક વેપારીઓને સામનો કરવો પડ્યો હતો અને સદ નસીબ જોગે પાટણ દોશીવટ બજારમાં કોઈ જાનહાનિ સર્જાતા ટળી હતી.
પાટણ શહેરનાં દોશીવટ બજારમાં આવેલી GEBની ઈલેક્ટ્રીકલ ડીપીમાંથી સમગ્ર વહેપારી આલમને વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે જયારે આ ડીપીમાં રાત્રીના સાત આઠ વાગ્યાના સમય ગાળા દરમ્યાન ઓવર લોડ વધી જતા શોટ સર્કીટ થતાં અને વીજળીના તણખાં નીચે રોડ પર પડતા સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો જયારે કેટલાક સ્થાનિક વેપારીઓ દ્ધારા પાટણ GEBનાં કર્મચારીઓને જાણ કરાતાં તાત્કાલિકના ધોરણે GEBના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચી તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી અને શોટ સર્કીટની ટેકનિકલ ખામીનું ઝડપભેર નિરાકરણ આવ્યું હતું જયારે પાટણ શહેરનાં દોશીવટ બજારના સ્થાનિક વેપારીઓએ રાહાતનો શ્વાસ લીધો હતો……!