પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામના આરોગ્ય સબ સેન્ટર દ્વારા મેસર ગ્રામજનોના સુખાકારીને ધ્યાનમાં રાખી કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકા મેસર ગામના આરોગ્ય સબ સેન્ટર ખાતે ગઈકાલ તા.૨૦.૯.૨૦૨૧ ના દિવસે ડાેર ટુ ડાેર રિકવેસ કરીને કાેરાેના રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં આરોગ્ય સ્ટાફ મેડીકલ ઓફિસર ખોડાણા ડાે. ધ્રાેમીબેન કાપડીયા ફિ.હે.વ.મેસર ઠાકાેર શિલ્પાબેન અને ફિ.હે.વ.વદાણી શ્રીમાળી મુક્તિબેન આશા ફેશીલીટર પરમાર ભાવનાબેન કે.આશા નાઇહસુમતીબેન .આશા વાલ્મિકી જશોદાબેન .બી.આશા પરમાર કિરણબેન આશા પરમાર પ્રિયંકાબેન વી.વગેરે સ્ટાફ દ્વારા રાત્રિના આઠ વાગ્યા સુધી ગામમાં ફરીને રસીકરણ કરવામાં આવેલ જેની કુલ આેકડાે ૧૧૦..લાેકાેને વેક્સીન આપવામાં આવી હતી.
અને આ સબ સેન્ટરના સ્ટાફને સનમાન કરાય કે જે લાેકાે વેક્સિન લેવા તૈયાર નથી તેવા લોકોને સમજાવીને વેક્સીન આપી હતી અને વધુમા વધુલાેકાે રસીકરણનો લાભ લે અને સુરક્ષિત થાય અને ભારત દેશને સુરક્ષિત બનાવે તેવી આરોગ્ય સબ સેન્ટરની આરોગ્ય વિભાગની ટીમ દ્ધારા મેસર ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.