Latest News
રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ઘમાસાણઃ વિકાસ ન થતાં મહિલાઓના વિરોધ વચ્ચે પ્રમુખ બેઠક છોડીને નીકળી ગયા ગુજરાતના શિક્ષકો માટે શિક્ષણ વિભાગની ગંભીર સૂચના: ૩૧ જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરવાનું ફરજીયાત, ઝીરો વિદ્યાર્થીઓવાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા આદેશ તાડવા ગામમાં પ્રેમ સંબંધના સંદર્ભે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાળિબાની રીતે માર માર્યો, ઘટના: પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા બાલાસિનોરમાં જમીન ડખો મામલો ગરમાયો: ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટરના પુત્ર સામે મધરાતે પોલીસ ફરિયાદ નોંધાઈ અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓ સુરત શહેરમાં ટ્રાફિક ચેકિંગ અંગે પો. કમિશ્નર શર્માનો મોટો નિર્ણય: હવે પીએસઆઈના નીચેના કર્મચારીઓ વાહન અટકાવી નહીં શકે!

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

રોકડ રકમ સહીત રૂ. 36 હજારનો મુદ્દામાલ ચોરાયો..

તમામ ઘટના cctv કેમેરામાં કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી..

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી ની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે..

રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલ માં આવતા ચોરીની જાણ થતાં તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી…

આ મામલે મળતી માહિતી મુજબ NGES મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી અજાણ્યા ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા..

સ્કૂલના આચાર્ય ડૉ. ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર, ગુનેગારએ રૂ. 2,350 રોકડા અને આશરે રૂ. 34,000 ની કિંમતના CCTV DVR સ્વીચો ચોરી લીધા હતા. સ્કૂલના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું થયું હતુંકે ૧૨:૪૪ મિનિટે ચોર આવે છે અને ક્રમશ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેંટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લાર્ક ઓફિસ ના તાળા તોડે છે આ સાથે કેમ્પસ માં ચાર કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય એવું માલુમ પડે છે.

ત્યારે એનજીઇએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રો.જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાદ્વારા પોલીસ ને જરૂર પડતી માહિતી પૂરી પાડી, પોલીસ તપાસ માં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. અને અમારા સંચાલન હેઠળની તમામ ૧૩ સંસ્થાઓ ના પ્રિન્સિપાલોને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી હાલ તપાસ ચાલી રહી છે.

=========================

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!