Samay Sandesh News
ગુજરાતપાટણ

પાટણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને સરકારી યોજનાના લાભાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

  • કોરોના કાળમાં લાખો લોકોના જીવ બચાવનાર પાટણના જાણીતા અને ગરીબોના બેલી બેબાભાઈ ઠક્કર
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્ધારા પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈનું સાલ ઓઢાડી સન્માન કરયું
  • ભાજપ માટે રાજકારણ રાજા બનીને રાજ કરવાનું નહીં પરંતુ સતા હાંસલ કરી લોકોની સેવાનું કરવાનું માધ્યમ છે : સી.આર.પાટીલ

પાટણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી યોજનાઓના 600 લાભાર્થીઓ તેમજ શ્રેષ્ઠ સમાજકાર્ય કરનાર 14 વ્યક્તિ વિશેષોનુ તેમજ કોરોનાકાળમાં પણ લાખો લોકોના વહારે નિસ્વાર્થ ભાવે આવી હોસ્પિટલોમાં જરૂરીયાત મંદ કોરોના દર્દીઓના જીવ બચવા લાખો રૂપિયા વાપરી ઉમદા સેવાઅો પાટણના જાણીત‍ અને લોકોના પરિચિત અને ગરીબોના બેલી બેબાભાઈ ઠક્કર આગળ આવી કોરોના દર્દીઓનો એક સહારો બન્યા હતા તેવા ઠક્કર સમાજના મોભી અને આગેવાન બેબાભાઈ ઠક્કરનું ભાવભર્યું ભાજપના સી.આર.પાટીલના વરદ હસ્તે પાટણ યુનિવર્સિટી ના કનવેશન હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ સમારોહ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે માં સરસ્વતી સેવા સમિતિ દ્વારા આયોજિત આ સન્માન કાર્યક્રમ ઉપસ્થિત રહેલાં કાર્યકરોને સંબોધન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભાજપ માટે રાજકારણ એટલે રાજ કરવું નહીં પરંતુ સતા હાંસલ કરી લોકોની સેવા કરવી એ રાજકારણ છે. કાર્યકરોને વડાપ્રધાન દ્વારા દેશની પ્રજા માટે અમલમાં મુકવામાં આવેલ 440 જેટલી યોજનાઓનો પોતાના વિસ્તારમાં મતદારોને સાથે રહીને લાભ અપાવવા પ્રયત્નશીલ બની લોકોના કામો કરવા અપીલ કરવામાં આવી હતી. જો ચૂંટણી જીતવી હોય તો ભાષણની નહીં પરંતુ લોકોના કામ કરવાની જરૂર છે.લોકોના કામ કરવામાં આવશે તો ચૂંટણી સમયે મદદ માગવાની પણ જરૂર પડશે નહીં લોકો સામેથી તમને મત આપશે.પાટીલે સંબોધન પૂર્ણ કરતા સમયે અંતમાં પાટણ શહેર એક ખર્ચાળ શહેર છે અહીંયા ખર્ચો થઈ જાય તેમ કહી કાર્યકરોમાં હાસ્ય રેલાવ્યું હતું..

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ ઝાલા , પ્રદેશ મહામંત્રી રજની પટેલ ,જી.આઈ.ડી.સી ચેરમેન બળવંતસિંહ રાજપૂત,પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, સ્નેહલભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાયૅક્રમનુ સંચાલન ભીખાભાઈ પટેલ અને આભારવિધિ દશૅક ત્રિવેદી એ કરી હતી અન સરકાર ની વિવિધ યોજનાના લાભાર્થીઓ પૈકી કેટલીક મહિલા લાભાર્થીઓને કોરો સન્માન પત્ર હાથમાં પધરાવી દેતા અને કાયૅક્રમ પૂર્ણ થતાં ફુડ પેકેટ વિતરણ માં લોકોની પડાપડી થી ઉપસ્થિત કાયૅક્રમમા ઉપસ્થિત મહિલાઓ નારાજ બની હતી અને આ મુદ્દો ઉપસ્થિત લોકોમાં ચચૉસ્પદ બનવા પામ્યો હતો.

Related posts

જામનગરના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

samaysandeshnews

માલવિયા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમછેલ

samaysandeshnews

સુરતમાં કતારગામ કાસાનગર પાર્કિંગ ફી વસૂલવામાં આવતાં લોકોની તાળા બંઘી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!