- પાટણ જિલ્લાના સાંતલપુર , રાધનપુર , સિધ્ધપુર , વારાહી, સરસ્વતિ, ચાણસ્મા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત
અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું તેના કારણે ગુરૂવારે વહેલી સવારથી વરસાદી માહોલ બંધાયો હતો જેને લઇ ગુરૂવારે પાટણ જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો તો બે દિવસની આગાહીને પગલે શુક્રવારે પણ પાટણ જિલ્લાના રાધનપુર ,સાંતલપુર, સિધ્ધપુર, વારાહી, સરસ્વતી, ચાણસ્મા સહિત અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદના ઝાપટા શરૃ થયા હતા.
લુણીચણા ના પ્રગતિશીલ ખેડુત મદારસિંહ ગોહિલે જણાવ્યુ કે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ શરૂ રહેતા ખેડૂતોનો કપાસ ,જાર, ચણા, રાયડો,કઠોળ,એરંડા સહિતનો પાક સંકટમાં મુકાયો હતો જુવારની ચાર ,કપાસ માં રૂ અને કારિગડા ના વેલા ના પાક ને નુકશાન વધુ થશે મોંઘા ભાવના બિયારણ ખાતર નો ખર્ચ કરી વાવેતર કરેલ તે પણ નિષ્ફળ જશે.ખેડૂતોના માથે દેવાના ડુંગર થશે જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
પાટણમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા પાટણ જીલ્લાના તાલુકાઓમાં શુક્રવારે સવારે છ થી દસ વાગ્યા સુધી પડેલા વરસાદમાં પાટણમાં ૧૫ એમ.એમ., રાધનપુરમાં ૨૯ એમ .એમ . , ચાણસ્મા માં ૫ એમ. એમ. ,સરસ્વતીમાં ૨૬ એમ .એમ., સાંતલપુરમાં ૨૨ એમ .એમ., સિદ્ધપુરમાં ૫ એમ.એમ. વરસાદ નોંધાયો હતો