પાટણ જીલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા નાના મોટા હાઈવે માર્ગો પર રોડની બંન્ને સાઈડો પર બાવળોના ઝાડના ઝુડો વધી જવા પામ્યા છે જેના કારણે આવા નાના મોટા હાઈવે માર્ગો પર ગમખ્વાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ ઘણી વખત પ્રકાશમાં આવતી હોય છે ત્યારે પાટણ ડીસા હાઈવે સાથે જોડાતા એપ્રોજ રોડ વાયા વદાણીથી જાખા મેસર અને કાકોશીના મુખ્ય હાઈવે માર્ગો પર બાવળના ઝાડના ઝુડને જેસીબી મશીન વડે સિદ્ધપુરના કોન્ટ્રાક્ટર દ્વારા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતી થવા પામી છે.
પાટણથી ડીસા જતા મેઈન રોડ ને જાેડાતો એપ્રોજ રોડ વાયા વદાણી થી જાખા મેસર અને કાકોશીના મુખ્ય માર્ગ છે આ રાેડ ઉપર મોટા પ્રમાણમાં ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે જયારે આ રોડની બંને સાઈડ હડકાયા બાવળની ઝાડીઓ ખડકાયેલી છે જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ સર્જાતી હોય છે ત્યારે આ રાેડની બંને સાઇડ બાવળની ઝાડીયો કેમ કોઇ લાગતા વળગતા અધિકારીઓને નજરમા આવતી નથી અને હવે ચુટણીના સમયે જ બુમો રાડો બુદ્ધિજીવી પ્રજાજનોની ઉઠી છે ત્યારે બીજી તરફ દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
રાજકીય પક્ષો ચૂંટણીનો મોકો લઈને તાત્કાલિક ધોરણે બન્ને જેસીબી મશીન વડે તાત્કાલિકના ધોરણે બાવળની ઝાડીઓ દુર કરવામાં આવી રહી છે વાહન ચાલકો અને રાહદારીઓના મુખે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ એપ્રોજ રાેડ બંને બાજુથી પોળો બનાવામાં આવે તેવી પણ તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે આ રાેડની સાઇડો પરના ઝટાદાર બાવળો દુર કરવા દિવાળીના તહેવારો નજીક જ સિદ્ધપુરના કોન્ટ્રાકટરને ફુરસદ મળી તેવી પણ વાયુવેગે ચર્ચાઓ વહેતી થવા પામી છે