જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ પાટણ તાલુકાના બાલીસણા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના અને ગામલોકોની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ પશુ દવાખાનાની મુલાકાત લઇ પશુ આરોગ્ય, પશુ સારવાર અને રસીકરણની સમીક્ષા પણ કરી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કોરોના રસીકરણની સમીક્ષા કરી હતી. હર ઘર દસ્તક અંતર્ગત કોરોના સામે પ્રતિકારકતા માટે રસીકરણ માટે ગામલોકોની ઘરે-ઘરે મુલાકાત લઇ બાકી લોકોને તાત્કાલિક રસી લેવા સમજાવટ કરી હતી. તેમજ ગામ આગેવાનશ્રીઓને પણ લોકોને રસીકરણ માટે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.