પાટણ શહેરના સિધ્ધપુર નવજીવન ચાર રસ્તા પાસે નવા બની રહેલા બ્રિજની નજીક એક કોમ્પલેક્ષમાં આવેલી કન્યા છાત્રાલયની ભુગર્ભગટરના છેલ્લા ઘણા સમયથી અટવાયેલા પ્રશ્ન નો પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ ની મહેનતથી ઉકેલ આવ્યો હતો .
પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલ લોકકલ્યાણનાં કામો માટે સદૈવ તત્પર રહે છે. કામ કરવાની તેમની આગવી ઢબ , કુનેહથી તેમણે
ખુબ જ નામના મેળવી છે તેઓ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર છે તેમણે પોતાના વોર્ડમાં
રસ્તાઓના કામ, સફાઇના કામો એવા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આમ તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે .પ્રજાના કામો વહેલામાં વહેલી તકે થઈ જાય તેવો તેમનો હકારાત્મક અભિગમ રહેલો છે તેમના વોર્ડના લોકો તેમજ શહેરના પ્રજાજનો એ પણ તેમના કામની ખૂબ જ સરાહના કરી છે . પ્રજાના સાચા સેવક એવા અરવિંદભાઈ હજી પણ આવા લોકસેવાનાં કાર્યો કરતા રહે તેવી પ્રજાજનોની આશા અને અપેક્ષા છે