રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ આવે તે માટે પ્રાંત કક્ષાના સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શેઠ.એમ.એન.પ્રાથમિક શાળા, કનસડા દરવાજા, પાટણ ખાતે આગામી તા. ૩૦ ઓકટોબરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યાથી પાટણ જિલ્લા ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧, ૨ અને ૯ માં રહેતા નાગરિકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લઈ શકશે.