- એકજ પરિવારના ત્રણ સભ્યોનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર રબારી પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ.
પાટણ જીલ્લા સહિત શહેર અને હાઈવે માર્ગો જાણે લોહીના તરસ્યા થયા હોય તેમ અવારનવાર નાના મોટા ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જ આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ આજે વાગડોદ અને વદાણી વચ્ચે આવેલ ભગવતી હોટલ નજીક હાઈવે પર ડમ્પર ચાલક દ્ધારા આખલાને બચાવા જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર અને બાઈક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલકને નાની મોટી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જયાં સારવાર દરમ્યાન બાઈક ચાલકનુ મોત થયુ હતું જયારે બાઈક ચાલક રબારી આશિષ કુમાર જામાભાઈ ઉ.વ.૨૧, રબારી કમળાબેન જામાભાઈ ઉ.વ.૫૦, રબારી અસ્મિતાબેન જામાભાઈ ઉ.વ.૧૬ આમ ત્રણે જણાનું અકસ્માતની ઘટનામાં મોત નિપજવા પામ્યું છે જેમાંથી બેની લાશનુ પી.એમ. પાટણ સરસ્વતી તાલુકાના જંગરાલ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી જયારે રબારી આશિષ કુમાર જામાભાઇની લાશનુ પી.એમ. પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
જયારે આ બનાવને લઈ વાગડોદ પોલીસને જાણ થતાં તાત્કાલિકના ધોરણે પોલીસનો કફલો અકસ્માતના ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરીને વાગડોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.