પાતાપુર ગામે કિરીટ પટેલ નું કરાયું અદકેરું સન્માન.ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પદે આરૂઢ થતાં પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા કરાયું સન્માન.
આ સન્માન મારું નથી પરંતુ સમગ્ર ગામ નું સન્માન છે: કિરીટ પટેલ
જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ખાતે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી જિલ્લા પ્રમુખ કિરીટ પટેલનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, જન્મભૂમિ તાલાળા તાલુકમાં જન્મેલા અને જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પોતાની કર્મભૂમિ બનાવી આ સ્ટેજે પહોંચતા પાતાપુર ગામ પંચાયત અને સમગ્ર ગ્રામજનો દ્વારા કિરીટ પટેલ નું ભવ્ય સન્માન કરાયું હતું, રોયલ્ટી ખાતે થી ૨૦૦ થી વધુ બાઇક દ્વારા ડીજેના સથવારે સમગ્ર ગામના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી કિરીટ પટેલ ને આવકારવામાં આવ્યા હતા બાદમાં પાતાપુર ગામ ખાતે હજી કુમારિકાઓ દ્વારા કુમકુમ તિલક સાથે સામૈયુ કરી આવકારવામાં આવ્યા હતા, કાર્યક્રમનો શુભ પ્રારંભ કિરીટ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માધાપુર ગામના શિક્ષક શ્રી ભગીરથ રાજ સાંકળિયાએ કર્યું હતું બાદમાં ગામના વિવિધ આગેવાનો અને ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા કિરીટભાઈ નું પુષ્પગુચ્છ તેમજ ફુલહાર કરીને બહુમાન કરાયું હતું આ વેળાએ કિરીટભાઈ એ સ્ટેજ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, પાતાપુર ગામમાં રહીને મેં મારી કર્મભૂમિ બનાવી છે અને હું અહીંનો જ હું મતદાર પણ છું ત્યારે આ ગામે મને ખૂબ જ આપ્યું છે, ત્યારે આ ગામ થકી મે અદકેરી છાપ પણ ઊભી કરી છે, ત્યારે ગામના તમામ રહે વાસીઓ,બહેન દીકરીઓ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અથવા કોઈપણ કામ સબબ યાદ કરજો હું તમારા કામ અર્થે સતત બંધાયેલો છું અને તમારો કાયમી ઋણી રહીશ, આ શબ્દોને સાંભળીને તમામ વડીલો બાળકો માતાઓ બહેનો અને ઉપસ્થિત ગ્રામજનોએ તાલીઓના તરફ થી વધાવી લીધો હતો.
આ તકે પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ જીલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ ના સન્માન સમારંભમાં પાતાપુર તેમજ આજુબાજુ ગામના તમામ ગ્રામજનો સરપંચ શ્રી ઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ કટારીયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાની જિલ્લા ભાજપના મંત્રી શ્રી ઓ અને પ્રભારી શ્રી નરેન્દ્રભાઈ કોટીલા તેમજ પ્રદીપભાઇ વાઘેલા ,ડુંગરપુર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર બીલખા જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી અનકભાઈ ભોજક જુનાગઢતાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરિભાઈ પરમાર તથા જુનાગઢ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા જુનાગઢ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ,જુનાગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી કડવા બાપા તેમજ જુદા જુદા મંડળના પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાજપના કાર્યકરો ની તમામ ની હાજરીમાં ભવ્યથી ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાતાપુર ના શિક્ષકશ્રી ભગીરથ રાજ સાંકળીયા એ સમગ્ર સંચાલન કર્યું હતું.