Samay Sandesh News
ગુજરાતસાબરકાંઠા (હિંમતનગર)

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો મારો મત મારૂ ભવિષ્ય, એક મતની તાકાત એ થીમ ઉપર જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ

પાલનપુર ખાતે જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં એન.એસ.એસ યુનિટ દ્વારા મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત કચેરીના નાયબ મામલતદાર શ્રીમતી આશાબેન પટેલ અને નાયબ મામલતદારશ્રી બી.આર.પરમાર દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

જેમાં મારો મત મારૂ ભવિષ્ય, એક મતની તાકાત એ થીમ ઉપર જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે ક્વિઝ, વિડીયો મેકિંગ, ગીત, કોન્ટેસ્ટ પોસ્ટર ડિઝાઇન, સ્લોગન જેવી પાંચ સ્પર્ધાઓ તથા તેમાં કેવી રીતે ભાગ લઈ શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિવિધ કેટેગરીના સ્પર્ધકો જેમ કે કલાપ્રેમી વ્યાવસાયિક તથા સંસ્થાકીય કોઈ પણ ભાગ લઈ શકે છે અને વિજેતા બનનારને રોકડ ઇનામ સર્ટિફિકેટ પણ મળી શકે છે વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કુલ-૧૨૦ વિદ્યાર્થીઓને બી.સી.ટી. દ્વારા આયોજીત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૮ વર્ષની ઉંમર પૂરી થયેલ હોય તેવા વિદ્યાર્થીઓના નામ મતદારયાદીમાં દ્વારા દાખલ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જી. ડી. મોદી કોલેજના પ્રો. ઓફિસરશ્રી ડો. મનીષભાઈ રાવલ તથા ડૉ. ભારતીબેન દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Related posts

કચ્છ : જી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી

cradmin

જામનગર શહેરમાંથી મોટર સાઇકલ ની ચોરી કરનાર ઈસમને મોટર સાયકલ રૂ.20,000 ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ

samaysandeshnews

પાટણ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સિદ્ધપુરના નવનિયુકત ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ.

cradmin

Leave a Comment

error: Content is protected !!