Home » ટોપ ન્યૂઝ » પીએમ મોદી ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, આતંકવાદ સહિત મહત્વના મુદ્દાઓ પર રહેશે ફોકસ

પીએમ મોદી ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે, આતંકવાદ સહિત મહત્વના મુદ્દાઓ પર રહેશે ફોકસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના 76 માં સત્રને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ કોરોના વાયરસ મહામારી, આતંકવાદ અને આબોહવા પરિવર્તન સહિત ‘વૈશ્વિક પડકારો’ સંબંધિત અન્ય મુદ્દાઓ પર બોલી શકે છે. પીએમ મોદીએ શુક્રવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. તે પછી તે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક માટે રવાના થયા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ન્યૂયોર્ક શહેરમાં પહોંચી ગયા છીએ. હું 25 સપ્ટેમ્બરે સાંજે 6:30 વાગ્યે UNGAને સંબોધિત કરીશ.’

વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 1.3 અબજ લોકોની લાગણીઓને અવાજ આપવા ન્યૂયોર્ક પહોંચ્યા છે, તેઓ અહીં 76માં સત્રને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું વર્તમાન સભ્યપદ હવે વધુ મહત્વનું છે. પીએમ શનિવારે સવારે ‘યુએન જનરલ ડિબેટ’ માં વિશ્વના નેતાઓને સંબોધિત કરશે. વિશ્વ સંગઠનને સંબોધનાર તેઓ પ્રથમ વૈશ્વિક નેતા હશે. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સ્વાગત કર્યું હતું.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ