તાજેતરમાં જ એમ.જી રોડ પર ફોનવાલા મોબાઈલ દુકાનમાં લાખો રૂપિયાના મોબાઈલની ચોરી થઈ હતી.જેનો ભેદ ઉકેલવા જૂનાગઢ એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી એ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને આરોપીને પકડવા સૂચના આપેલ.પોતાના અંગત બાતમીદારો ને કામે લગાડી જૂનાગઢ ક્રાઈમ બાંચના પી.આઈ એચ.આઇ.ભાટી અને પી.એસ.આઇ ડી.જી બડવાએ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા .અને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી ની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા નીકળી હતી.
આખરે ચાદરગેંગ ના નામે જાણીતી અને આંતરરાજ્ય ગેંગ ગણાતી ચોર ટોળકીને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા અને તના બીજા બે સાગરીતોને ભાવનગર થી ઝડપી પાડ્યા હતા. સાતે આરોપીઓની પૂછપરછ કરતા કુલ કિ.રૂ .૧૭,૧૨,૮૨૯ / લાખ રૂપિયાના મુદ્દામાલ કબૂલાત કરી હતી જે મુદ્દામાલ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો.આરોપીઓની પૂછપરછ માં જાણવા મળ્યુ હતું શહેરમાં અગાઉથી મોબાઇલ ફોનની દુકાનની રેકી કરી બાદ તેની ગેંગના તમામ માણસો રેકી કરેલ સ્થળે વહેલી સવારના આવી ચાદર વડે દુકાનન શટર ઉંચકાવી દુકાનમાંથી મોબાઇલ ફોન તથા મોબાઇલ એસેસરીઝ તથા રોકડ રકમની ચોરી કરી ચોરી કરેલ મુદામાલ ગેંગના સુત્રધારો દ્વારા નેપાળ દેશમાં વેચી ગુન્હાઓ આચરતા હતા.