સમગ્ર રાજ્ય માં કોરોના ની ત્રીજી લહેર ના ભણકાર વાગી ચુક્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ કોરોના વાઇરસ ના કેસો વધી રહ્યા છે જેમાં મંગળવાર ના રોજ રાજેશ્વર આંજણા મંડળ દિયોદર અને ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા કોરોના વાઇરસ ની મહામારી સમય ગરમ ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકો અને દિયોદર શહેર ના લોકો એ ગરમ ઉકાળા નો લાભ લીધો હતો જેમાં રાજેશ્વર આંજણા મંડળ માંથી ડો નરેશભાઈ ચૌધરી ,ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાભાઈ પટેલ,મહિલા પ્રમુખ બીનાબેન ઠક્કર તેમજ બંને શાખા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌજન્ય દાતા વિનોદભાઈ ગૌસ્વામી આયુર્વેદ શાખા બનાસકાંઠા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું