જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા ગંભીર ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવતા , નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પો.સ્ટે.ના પીએસઆઈ જે.આર.વાજા તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . વિશ્વાશ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી કેમેરાનો ઉપયોગ કરી તે પો.કોન્સ , ચેતનસિંહ સોલંકીને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ફરીયાદી સાથે દશેક વર્ષ પહેલા એક બીજા સાથે મિત્રતા રાખી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધી મરજી વિરૂધ્ધ ધાક ધમકી આપી શરીર સબંધ બાંધી ફરિયાદીને અવારનવાર માર મારી ગુન્હો કરી નાશી ગયેલ પકડવાનો બાકી આરોપી વિવેક જીતેન્દ્રભાઇ જોષી બ્રાહ્મણને જુનાગઢ તાલુકાના કાથરોટા ગામે કાળભૈરવના મંદીરે દર્શન કરવા ગયેલાની હકિકત મળતા કાથરોટા ગામેથી પકડી લઇ જુનાગઢ સી ડીવી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આગળની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .-” સી ” ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.આર.વાજા નેત્રમ શાખાના પી.એસ.આઇ.પી.એચ.મશરૂ તથા એન.વી.રામ , ચેતનસિંહ સોલંકી , કરણસિંહ ઝણકાત , વિપુલભાઇ ડાંગર તથા નેત્રમ શાખાના હે.કો.રામશીભાઇ ડોડીયા, ભગવાનજી વાઢિયા ,પો.કો.દેવેનભાઇ સીંધવ એન્જીનિયર નુષારભાઇ ટાટમીયા પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
previous post