જુનાગઢ મહાનગરપાલીકા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમીતીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા ની હદમાં જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજ અન્ય ખાધ સામ્રગીની લારીઓ અને છાપરા પાથરણા વાળાને દુર કરવા નિર્ણય લેવાયો હતો.ત્યારે આજે ગયા બે વર્ષથી કોરાના કાળમાં કપરી પરીસ્થીતી આવા નાના અને ગરીબ લોકોના ધંધા બંધ હતા અને ચોમાસામાં માંડ પોતાના ધંધા રોજગાર ચાલુ કર્યા છે. અને આવા પછી ૠતુ લાખો પરીવાર માંડ માંડ પોતાના ધંધા ઉપર ધર પરીવારનુ ગુજરાન ચલાવતા હોય છે.
ત્યારે હોદા પર બેઠેલા અને ગરીબ વિરોધી લોકો ગરીબી નાબુદ કરવાના બદલે ગરીબોને જ નાબુદ કરવા માંગે છે એની સામે આ આવેદનપત્રક આપી રજુઆત કરીએ છીએ કે આવા ધંધા સાથે સંકળાયેલા લોકોને મહાનગરપાલીકા દ્વારા ધંધા માટે નુ વૈકલીપ સ્થળ આપે જેની ગરીબ અને નાના ધંધા વાળા લોકો બે રોજગાર ન બને અને લાખો પરીવાર નુ ગુજરાન ચાલે આવા હેતુથી માંગણી છે માટે આ ગાધીજી ના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા એ જ ગુજરાતના ખુણે ખુણે દારૂની રેલમ છેલમ થાય છે , અને દારૂ ના હિસાબે લાખો પરીવાર જીંદગી બરબાદ થય ગયેલ છે .
હાલ દારૂના હિસાબે લાખો પરીવાર જીંદગી બરબાદ થઈ ગયેલ છે .જયારે ઈંડા નોનવેજ લોકોના આરોગ્ય માટે પણ હિતકારક છે ત્યારે ભાજપ સરકાર ઈંડા અને નોનવેજ બંધ કરાવીને લાખો પરીવારોને બેરોજગાર બનાવવા માંગે છે . બહુજન સમાજ પાર્ટી જેનો વિરોધ કરે છે અને માંગણી કરે છે કે ધંધા સાથે જોડાયેલા લોકોને જગ્યા મહાનગરપાલીકા દ્વારા આપવામાં આવે , નહીતર બહુજન સમાજ પાર્ટ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે .બહુજન સમાજ પાર્ટી જૂનાગઢ ના અઘ્યક્ષ હસમુખભાઈ મકવાણા ,ઉપાધ્યક્ષ મનસુખભાઈ વાઘેલા બહુજન સમાજ પાર્ટી શહેર પ્રમુખ ચૌહાણ મહમદ શફી ,બહુજન વિકાસ ફોર્સના વનરાજ સોલંકી ,કમલેશ ચાવડા,નીતિન માકડિયા, એઝાઝ ભાઈ પઠાણ,અબ્દુલ મુનાફ,તનવીર હાલા,સલીમખાન તુર્ક,રિઝવાન સોરઠીયા,સમીર શેખ,દ્વારા રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…..