Samay Sandesh News
ગુજરાતજામનગર

બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મ-Expo-2022 નું ભવ્ય આયોજન

બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મ-Expo-2022 નું ભવ્ય આયોજન
આ બાબતની આજરોજ પત્રકાર પરીષદ યોજાઈ
બ્રહ્મદેવ સમાજ ગુજરાત સન્મના સુરક્ષા સહયોગ એમ ત્રણ સુત્ર ઉપર સમસ્ત બ્રહ્મસમાજ માટે હર હંમેશ કાર્ય કરે છે.
સૌરાષ્ટ્રના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સમસ્ત બ્રહ્મસમાજના વેપારી ભાઈઓ-બહેનો માટે બ્રહ્મ-Expo-2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 25/26/27 માર્ચના રોજ , શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટનું ગ્રાઉન્ડ, તિનબત્તી ચોક, ઝુલેલાલ મંદિર સામે જામનગર ખાતે યોજવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મસમાજના વેપારી ભાઈઓ-બહેનોને પોતાના બિઝનેસને ડેવલોપ કરવાનું એક પ્લૅટફૉર્મના ભાગરૂપે બ્રહ્મ-Expo 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં રેડીમેન્ટ કપડાં, ઇલે્ટ્રોનિક્સ આઈટમો, મોબાઇલ, મોબાઇલ એસેસરીઝ, ફાસ્ટફૂડ, ગૃહ ઉદ્યોગ, કટલેરી, હોઝિયરી, ફર્નિચર, લોન, ઈન્સયુંરન્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, તેમજ જીવનજરૂરિયાત વસ્તુઓ સહિતના સ્ટોલ એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે અને સાથે સાથે કલ્ચરલ એકટીવિટી જેવી કે ફેશન શો અને લાઈવ મ્યુઝિક શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બ્રહ્મ-Expo માં કુલ 54 સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં 10 સ્ટોલ સર્વ જ્ઞાતીની મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે અને બાકીના તમામ સ્ટોલ બ્રહ્મસમાજના રહેશે અને આ બિઝનેસ એક્સ્પોમાં જામનગરની સર્વ જ્ઞાતીના લોકો નીહાળી શક્શે…

આજરોજ એક્સ્પો બાબતની બ્રહ્મદેવ સમાજ ગુજરાતના મહાસચિવ શ્રી મિલનભાઈ શુક્લના અઘ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે બ્રહ્મદેવ સમાજ જામનગર જિલ્લા પ્રમુખ અજયભાઈ જાની, શહેર પ્રમુખ કેતનભાઈ ભટ્ટ, બ્રહ્મદેવ સમાજ રાજકોટના સંગઠન મંત્રી નિશ્ચલભાઈ જોશી,ઉપપ્રમુખ મહેશભાઈ રાવલ, સુનિલભાઈ જોશી,દીપકભાઈ ભટ્ટ, જસ્મિનભાઈ વ્યાસ,રાજુલભાઈ મહર્ષી, કલ્પેશભાઈ મહેતા, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ મહેતા, પ્રણવભાઈ રાવલ, જીમ્મીભાઈ ભરાડ, ઋત્વિજ ત્રિવેદી, જયેશભાઈ ધોળકીયા,વિમલભાઈ મહેતા,
બ્રહ્મદેવ સમાજ ગુજરાત મહિલા કમિટી સભ્ય હંસાબેન ત્રિવેદી, જામનગર કોર કમિટીના સભ્ય ભાવીશાબેન ધોળકીયા, અવનીબેન ત્રિવેદી, રેખાબેન જોશી, મનીષાબેન મહેતા, સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા…

Related posts

Surendranagar: પાટડીના એક ધાર્મિક ક્રાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનની ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો

cradmin

નવા ધનાળાના પાટીયા પાસે અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત

samaysandeshnews

Ministry: નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જિલ્લાના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

cradmin

Leave a Comment

error: Content is protected !!