આજ રોજ ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ પ્રજાસત્તાક દિનની ભચાઉ તાલુકા કક્ષાની ઉજવણી જંગી ગામ મુકામે રાખવામાં આવી હતી અને ગામલોકો તથા આમ આદમી પાર્ટી ના જિલ્લા તાલુકા તથા ગ્રામ સમિતિ ના હોદ્દેદારો સાથે ધ્વજ વંદન કર્યું અને તિરંગા ને સલામી આપી હતી ત્યારબાદ બંધારણ ના આમુખ નું પઠન કરી માસ્ક વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ભચાઉ તાલુકા પ્રભારી તથા પૂર્વ કચ્છ જિલ્લા સોશીયલ મિડીયા પ્રમુખ હિતેષ મકવાણા જંગી ગ્રામપંચાયત ભચાઉ તાલુકા મંત્રી કાસમભાઈ જંગી ગ્રામ સમિતિ પ્રમુખ કિશોરભાઈ માસુરિયા વાંધિયાં ગ્રામ સમિતિ પ્રમુખ નવીનભાઈ આહીર હાજી ભાઈ, જીવાભાઈ સત્તાર ભાઈ,સુલતાન અલી ,સુરેશભાઈ રબારી,નાગજીભાઈ ડાંગર,અમારા છાંગા રબારી ઉંમર હુસૈન કુંભાર રામજી લાલા રબારી, રવી દાફડા,રજા મેરામણ આહીર વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને અમારા છાંગા રબારી નું વિધિવત ખેસ પહેરાવી પાર્ટી મા સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમ નું સમાપન કર્યું હતું આવું અખબારી યાદીમાં પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું