રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી ઓને પકડવા સારૂ સમગ્ર રાજ્ય મા વધુ મા વધુ આરોપી ઓ પકડવા . જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટી સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લા મા આગામી સમય મા આવનાર ગ્રામ પંચાયત ચુંટણીઓ મા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપી ઓ ને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ એચ.આઇ.ભાટીની સુચના મુજબ પેરોલ ફર્લૉસ્કોડ ના પો.સબ.ઈન્સ.એસ.એન.ક્ષત્રિય તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ.પ્રકાશભાઈ અખેડ પો.કોન્સ દિનેશભાઇ છેયા પો.કોન્સ. સંજયભાઈ ખોડભાયાની ટીમદ્રારા રાજકોટ મધ્યસ્થ જેલ માંથી ૬ માસ પહેલા માળીયા પોસ્ટે. ફો.પ.અ.ન.૩૬૪/૧૮ સી.આર.પી.સી.૧૨૫ના કામે રાજકોટ મધ્યસ્થ જેલ મા સજા ભોગવતા પાકા કામના કેદી મનસુખ ડાયાભાઇ વાઢિયા વચગાળાના જમીન મેળવી પોતાના ગામ લાડુળી ગયેલ હતો મુદત પુરી થયે રાજકોટ જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ .
મજકુર આરોપી પોલીસ ની પકડ થી નાસતો ફરતો જે આરોપી હાલ જલંધર સાસણ રોડ વિસ્તારમાં રસ્તા પર આટા ફેરા મારે છે તેવી હકીકત મળતા ઉકત જગ્યાએ જઇ વોચ તપાસ માં રહેતા આરોપી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ મનસુખ ડાયાભાઈ વાઢિયા રે.લાડુળી વાળો બતાવતો હોય મજકુર આરોપી રાજકોટ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ હતો….