- જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનું આયોજન અંગે અંતે સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે. આ વર્ષે સાધુ-સંતો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ આવી શકશે.
- જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને મંજૂરી કોવિડ ગાઈડલાઈનના અમલ સાથે યોજાશે મેળો સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવી છે.
ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભક્તો માટે યોજાયો નહોતો. જો કે, હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હળવું થતાં. આજે જૂનાગઢના કલેક્ટરે મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે. જેમાં સાધુ-સંતો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ આવી શકશે તેવી જાહેરાત કરતાં શિવ ભક્તોમાં ખૂશી ફેલાઈ ગઈ છે. જો કે, આ મેળામાં તમામે કોવિડ ગાઈડલાઈનનો અમલ ફરજિયાત કરવો પડશે. જૂનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે. બેઠકમાં નક્કી થયા પ્રમાણે મેળાના આયોજન માટે અલગ અલગ સમિતીઓ બનાવવામાં આવાશે અને તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીનો સૌથી સારો મેળો યોજાશે.આ વર્ષે કોરોના સંક્રમણ હળવું થતા મંજૂરી આપવાની હતી માંગ.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં હજારો વર્ષોથી પરંપરા ગત શિવરાત્રી નો મેળો યોજવામાં આવે છે જે ભાવિ ભક્તિ શ્રદ્ધાથી આ મેળામાં આવે છે. આ મેળામાં નાગા બાવાનું મુખ્ય આકર્ષણ હોય છે આમ છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ના કારણે આ મેળો માત્ર સાધુ સંતો માટે યોજાય છે. ત્યારે આ વર્ષે ભાવિ ભક્તો માટે પણ આ મેળો યોજાય તેવી માંગ લોકોમાં ઉઠી હતી.