મીનબેન ટિંબલીયા છેલ્લા 16 વર્ષ થી સલીમખા બ્લોચને રાખડી બાંધે છે
રક્ષાબંધનના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે બહેન પોતાના ભાઇની રક્ષા કાજે ભાઇને કાંડે રાખડી બાંધી નીરોગી અને આયુષ્યમાં રહે તેવી પ્રાર્થના કરે છે તો સામે ભાઈ પણ બહેનની રક્ષા કાજે બહેનને વચન આપે છે . આજ રક્ષાબંધનના દિવસે જૂનાગઢમાં કોમી એકતાના દર્શન થયા હતા. જૂનાગઢમાં રહેતા મીનબેન ટિંબલીયા જેને પોતાના ધર્મના માનેલા મુસ્લીમ ભાઈ, સલીમખા બ્લોચ ને છેલ્લા 16 વર્ષ થી રાખડી બાંધી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે, ત્યારે આજના દિવસે પણ ગેંડા અગડ પર આવેલા નાગોરી કબ્રસ્તાન ખાતે રક્ષાબંધન નિમિત્તે સલીમખા હબીબખા બ્લોચ ને રાખડી બાંધીને ભાઈ ની લાંબી આયુષ્ય માટે દુઆ સલામ કરી હતી, તો બીજી તરફ દરગાહના મુંજાવર સલીમખા બ્લોચે હસતા મુખે રક્ષા પોટલી બંધાવી બહેનના લાંબા અને નિરોગી રહે તેવા આશીર્વાદ આપી ગેબનશાહા બાપુ પાસે દુઆ સલામ કરી ખરા અર્થમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…