Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણ

ભારત અને વિદેશનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ ૨૦૨૨ (VGSS 2022)માં એકત્ર થશે

  • યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી વૈશ્વિક રોકાણકારો વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટ 2022માં ભાગ લેશે.
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – VGGS ૨૦૨૨ના પડઘમ શરૂ
  • ભારતીય તેમજ વિદેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજયમાં સ્ટાર્ટઅપને વધુ વેગવાન બનાવવા અમદાવાદ ખાતે આગામી તા.૯મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ સમિટ યોજાશે: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
  • માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્દધાટન
  • કેન્દ્રીય વેપાર તથા ઉદ્યોગ પ્રધાન શ્રી પિયૂષ ગોયલ અને આઈટી અને રેલવે પ્રધાન શ્રી અશ્વિનિ વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિ
  • સ્ટાર્ટઅપ નેશનથી પ્રખ્યાત ઈઝરાયેલ VGGS 2022માં ભાગીદાર બનશે
  • વાયબ્રન્ટ સમિટ પહેલાં યોજાનાર ઇવેન્ટમાં ગુજરાતના ૧૦થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તથા ૧૨૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા ૫૦૦ ઔદ્યોગિક અગ્રણી ભાગ લેશે

ગાંધીનગર, ૨૯ નવેમ્બર, ૨૦૨૨

શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવી રાજયમાં સ્પાર્ટઅપને વધુ વેગવાન બનાવવા અમદાવાદ ખાતે આગામી તા.૯મી જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ સમિટ યોજાશે.

આ દરમિયાન યુનિકોર્ન કોન્કલેવમાં સંશોધકો અને અગ્રણી રોકાણકારો ભાગ લેશે. ગુજરાતના ૧૦થી વધુ જેટલા વિશિષ્ટ સ્ટાર્ટઅપ સ્થાપકો, અગ્રણી રોકાણકારો તથા 12૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ પણ ભાગ લેશે. આ ઉપરાંત ગુજરાતમાંથી 500 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ પણ હાજરી આપશે.

આ ઇવેન્ટમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ તથા સ્ટાર્ટઅપ સમિટના મુખ્ય કોઓર્ડિનેટર શ્રીમતી અંજુ શર્મા એ જણાવ્યું કે, સોફ્ટબેંકના કન્ટ્રી હેડ શ્રી મનોજ કોહલી, ભારતપે ના સહસ્થાપક શ્રી શાશ્વત નાકરાણી, ઓયો રૂમ્સના સીઈઓ શ્રી રિતેશ અગ્રવાલ, CREDના સ્થાપક અને સીઈઓ શ્રી કુનાલ શાહ, 100X.VCના સ્થાપક શ્રી સંજય મેહતા, ઈન્ટેલ ઈન્ડિયાના સીઈઓ સુશ્રી નિવૃત્તિ રાય, Apna ના સ્થાપક અને સીઈઓ શ્રી નિર્મિત પરીખ સહિત અન્ય અગ્રણીઓ તેમના વિચારો વ્યક્ત કરશે.

તેમણે ઉમેર્યુ કે, આ સમિટમાં ભારત તેમજ દુનિયાભરના સ્ટાર્ટઅપ ક્ષેત્રના અગ્રણીઓ હાજરી આપશે. “આ ઇવેન્ટમાં ભાગ લેનારને પોતાના અનુભવો પ્રસ્તુત કરવાની, નવું શીખવાની તથા સુધારો કરવાની તક પૂરી પાડશે. ઉભરતા ઉદ્યોગ સાહસિકોને તેમના આઈડિયાની પ્રસ્તુત કરવા, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને મળવાની તથા તેમના આઈડિયાનો અમલ કરવાની તક મળશે” તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં ગુજરાતના નિર્ધારિત અને સચોટ માળખાને કારણે તેમજ ઇન્ક્યુબેશન, સહયોગ, જાગ્રતિ અને અન્ય પહેલને કારણે ૨૦૧૮ તથા ૨૦૧૯ એમ સળંગ બે વર્ષ DPIIT રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે.
આઈ-ક્રિએટ (iCreate), આઈ-હબ (iHub) અને જીયુસેક (GUSEC) જેવી ગુજરાતની અગ્રણી સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન સંસ્થાઓ સંયુક્ત રીતે આ ઈવેન્ટનું આયોજન કરી રહી છે. તેમાં આ ક્ષેત્રમાં હિત ધરાવતી અગ્રણી સંસ્થાઓ એસોચેમ (ASSOCHAM), જીસીસીઆઈ (GCCI), સીઆઈઈ (CII), સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ટાઈ-અમદાવાદ (TiE Ahmedabad) વગેરેનો સક્રિય સહયોગ સાંપડ્યો છે. આ પહેલા સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપને ઘણું પ્રોત્સાહન મળશે અને આગળ જતાં તે અન્ય રાજ્યો માટે માર્ગદર્શક લક્ષ્યાંક સ્થાપિત કરશે.

સ્ટાર્ટઅપ ઇવેન્ટના મુખ્ય પાસાં:
યુનિકોર્ન કોન્કલેવઃ દેશના ડઝન જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્થાપકોને એક મંચ પર લાવવામાં આવશે.

શો ટાઈમઃ એક પ્રદર્શન યોજાશે જેમાં ગુજરાતના 75 કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા ઈન્ક્યુબેશન કેન્દ્રો તેમનાં સંશોધનો રજૂ કરશે અને ત્યાં જ પ્રતિભાવ મેળવી શકશે.

મેન્ટરિંગ ગરાજઃ વિવિધ ક્ષેત્રોના 50 કરતાં વધુ ઔદ્યોગિક મેન્ટર તરફથી ઉભરતા ઉદ્યોગ સાહસિકો તથા સ્ટાર્ટઅપ માટે ઑફર.

બોલિંગ એલી, પિચિંગ ઈવેન્ટઃ એવું પ્લેટફોર્મ જે સ્ટાર્ટઅપને 50 કરતાં વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધકો તરફથી આઈડિયા અને ઈનોવેશન પૂરા પાડશે.

ઈવેન્જલાઈઝઃ ભારતની સૌથી મોટી ઈનોવેશન ચેલેન્જનું ધ્યેય દ્વિચક્રી તથા ત્રીચક્રી વાહનો છે, જેમાં મેગા શોના ફાઇનલિસ્ટ ઉપરાંત એક્સોપમાં હાજર રહેનાર ઈવી કંપનીઓ, ઈલેક્ટ્રિક પૂર્જા ઉત્પાદકો માટે કુલ રૂપિયા 88.5 લાખના ઈનામો રાખવામાં આવ્યા છે.

આ સમિટમા યોજાનાર સત્રોઃ

  • નેક્સ્ટ જનરેશન ટેક સોલ્યુશન્સમાં સ્ટાર્ટઅપની ભૂમિકા
  • સ્ટાર્ટઅપ્સ મારફત ગ્રોથને પ્રોત્સાહન અને વેલ્થ જનરેશન
  • ઈલેક્ટ્રિક વેહિકલ (ઈવી): ભારતના ગ્રીન અર્થતંત્રમાં ગતિ

Related posts

પાટણ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાગોડિયા ગામે રાત્રિ ગ્રામ સભા યોજાઈ

samaysandeshnews

ભાવનગર : મોટર સાયકલ-૦૫ કબ્જે કરી વાહન ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

જેતપુર તાલુકાના વીરપુરમાં મતદાનના દિવસે ગુજરાત પોલીસનો ક્રૂર ચહેરો આવ્યો સામે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!