Samay Sandesh News
ક્રાઇમજુનાગઢટોપ ન્યૂઝ

ભાવનગર બેગાળી ગામના યુવાનની હત્યા અંગે જૂનાગઢ કોળી સમાજના આગવાનો દ્વારા એસ પી ને આવેદન પત્ર અપાયુ

તળાજા તાલુકાના ભેગાળી ગામમાં ખેત મજૂરી કરતા યુવાન તા.૨૧ ના રોજ ખોડાભાઈ પોપડભાઈ ડાભી ઘરે કોઈ કામ સર બહાર ગયેલ અને તેમની સાથે હાથબત્તી, સાદો મોબાઇલ, સરિયો સોટી સાથે લઈ ઘરે થી નીકળેલા તે પરત ન આવેલ ત્યાર બાદ મૃતકના ભાઈ દેવાભાઈ તથા પિતા પોપટભાઈ તેમની શોધ ખોળ શરૂ કરેલ પરંતુ મળેલ નહીં સવારે ૧૧.૦૦ વાગ્યની આસપાસ સરપંચ એ ગામમાં કહેડાવ્યું અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવ્યા બાદ મૃતકના પરિવારને જાણ થતાં બધા સભ્યો સ્થળ ઉપર ગયેલ અને ઓળખ કર્યા બાદ પોલીસ દ્વારા તાપસ શરૂ કરી પ્રાથમિક નજરે જ્યાં બોડી મળી છે તેની બાજુમાં આવેલ બુથાભાઈ સુખાભાઈ જેતાપરા ની વાડી માંથી ઢસડીને લાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યું હતુ. મૃતક ની બેટરી પણ ત્યાથી મળી આવી છે.હાથે અને પગે ચોટ લાગ્યાના નિશાન છે. માથાના ભાગે અને પાછળ કાન માંથી લોહી નિકળેલું હતું.અને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં પી.એમ થય ચૂક્યું છે. પરંતુ આગળ કાંઈજ કાર્યવાહી ના થઈ હોય તેથી વહેલી તકે આરોપી પકડાય તે માટે અખીલ ભારતીય કોળી સમાજના જુનાગઢ જીલ્લા મહિલા અધ્યક્ષ શ્રી. રિઘ્ઘીબેન મહેરીયા અને જગદીશ ભાઈ ચુડાશમા તથા રમેશભાઈ બાવળીયા દ્વાર જુનાગઢ એસ.પી. ને આવેદન પત્ર આપ્યુ.

Related posts

Ministry: જામનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત થયા, વિપક્ષ નેતા ઉપનેતા અને દંડક, જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા ધવલ ભાઈ નંદા ને પસંદ કરવામાં આવ્યું

cradmin

સુરત : અસનાડ પ્રાથમિક શાળા ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

cradmin

Morbi: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પીએમ મોદીનું આગમન જાણો સંપૂર્ણ અહેવાલ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!