મંગલમ વિદ્યાલયની મુલાકાતે સુપ્રસિદ્ધ હાસ્યકાર જગદીશભાઈ ત્રિવેદી
શાળાની વ્યવસ્થા જોઈને થયા પ્રભાવિત બાળકોને કહ્યું વ્યસન મુક્ત રહો અને ઈશ્વરમાં શ્રધ્ધા રાખો
ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવક ડૉ. જગદીશ ત્રિવેદીએ આજે મંગલમ વિદ્યાલયની મુલાકાત લીધી હતી તેમણે તાજેતરમાં હળવદને અનોખું દાન આપ્યું છે. જિંદગીના 50 વર્ષ પુરા કરીને અર્થ ઉપાર્જનનો ત્યાગ કરનાર ડૉ. જગદીશ ત્રિવેદીએ હળવદ શહેરમાં એક સરકારી પ્રાથમિક શાળા પાયામાંથી નવી બનાવીને બાળકો માટે ખુલ્લી મુકી છે ત્યારે આજે હળવદના ઘનશ્યામપુર રોડપર આવેલી મંગલમ વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા અને શાળાને દશાબ્દિથી શતાબ્દી સુધી પહોચે તેવી શુભેચ્છા આપી હતી વધુમાં જગદીશ ત્રિવેદી દ્વારા બાળકોને સુચન કર્યા હતા જેમાં વહેલા ઉઠવું ,હળવી કસરત , સાદો આહાર ,વ્યસનમુક્તિ ,ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું.આ તકે શાળા સંચાલક અશોકભાઈ પટેલ, આચાર્ય દલસુખભાઈ પટેલ, અશ્વિન ભાઈ સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.