વેરાવળ બંદરે ડ્રેજીંગ કામગીરી શરૂ કરવામાં આવી.વેરાવળ નું નામ આવે એટલે બંદર તો તેના અભિન્ન અંગની જેમ સાથે જ હોઈ તેમ કહી શકાય કારણકે અહી મોટા પ્રમાણમાં લોકો માછીમારી પર નભે છે. પરંતુ માછીમાર સમાજ માટે છેલ્લા ઘણા સમયથી માઠી બેઠી હોય તે રીતે સીઝન પણ નિષ્ફળ જઈ રહી છે અને ઘણી તકલીફો પણ વેઠવી પડે છે.જેમાંથી એક ડ્રેજીંગ પણ છે.
જેને લઇને માછીમારો દ્વારા અવાર નવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.જેના પરિણામ રૂપે વેક્યુમ ડ્રેજીંગની કામગીરી આખરે શરૂ કરવામાં આવી હતી.ડ્રેજીંગ કામગીરી શરૂ થવાથી માછીમારોની મોટા ભાગની તકલીફ દૂર થઈ શકશે.આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, ખારવા સમાજ સાગરપૂત્ર ફાઉન્ડેશન ના પટેલ કિરિટ ફોફંડી, અધ્યક્ષ લખમ ભેસલા, બોટ એસો ના પ્રમુખ તુલસી ગોહેલ, પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, એસ. ઇ.એસ.આઇ. ના પ્રમુખ કેતન સુયાણી, ભીડીયા ખારવા સમાજ ના પટેલ હરિલાલ ડાલકી, બોટ એસો. ના પ્રમુખ રમેશ ડાલકી, ભિડિયા કોળી સયુંકત બોટ એસો. પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, કોળી મહામંડળના જેન્તી સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.