મારામારી , ખૂનની કોષીશ તથા રાયોટીંગનાં ગુના કરનાર ઇસમોને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ – ભુજ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુના આચરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી સુચના થયેલ હોય જેથી આરોપીઓ ( ૧ ) સદામ કાસમ જત તથા ( ૨ ) ઇમ્તીયાઝ ઓસમાણ જત નામના માથાભારે ઇસમો વિરુધ્ધ શરીર સબંધી ગુના અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જેથી અંજાર પો.સ્ટે . દ્વારા તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરેલ અને મહે . કલેકટરશ્રી કચ્છ – ભુજની કચેરીએ મોકલી આપવામા આવેલ અને મહે.કલેકટરશ્રી કચ્છ – ભુજ તરફથી વોરંટ ઇશ્યુ કરતા ઉપરોકત ઇસમોને એલ.સી.બી. દ્વારા પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ વડોદરા તથા મધ્યસ્થ જેલ – અમદાવાદ ખાતે અલગ અલગ જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.
અટકાયતીનું નામ ( ૧ ) સદામ કાસમ જત , ઉ.વ .૨૮ , ( ૨ ) ઇમ્તીયાઝ ઓસમાણ જત , ઉ.વ. – ૩૩ રહે બન્ને , વીડી બગીચા , તા . અંજાર – કચ્છ
આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર ડી.બી.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો