જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે પુત્રવધૂને શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ દહેજ માગવાના ગુન્હામાં યુવાન મહિલા કે જેના “રી મેરેજ” થયાના માત્ર બે જ મહિના ના સમયગાળામાં આપઘાત કરેલ હોય તે બાબતે તેમના ભાઇ દ્વારા મરણ જનારના પતિ અને સાસુ સામે માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી માળીયા પોલીસ સ્ટેશનના નીડર અને નિષ્ઠાવાન PSI મંધરા દ્વારા મરણ જનારના પતિની તાત્કાલિક અટક કરી જેલ હવાલે કરેલ અને સાસુએ નામદાર હાઈકોર્ટનું શરણું લઈ આગોતરા જામીન માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમા પ્રેક્ટિસ કરતા વિદ્વાન વકીલ શ્રી પ્રશાંતભાઈ ચાવડાને રોકી અને આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી આ અરજી તા.4/3/22ના રોજ નામદાર
ગુજરાત હાઈ કોર્ટમાં ચાલતા વિદ્વાન વકીલ શ્રી ચાવડા ની યોગ્ય અને તર્કબદ્ધ દલીલોને ધ્યાને લઇ નામદાર કોર્ટે હાલ મરણ જનાર ની સાસુ કે જેઓ ૬૪ વર્ષના સિનિયર સિટીઝન હોય તેઓને અટક કરવા સામે સ્ટે આપવામાં આવેલ છે.
જો.કે એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા તેની કાયદા ના નિર્દેશ મુજબની દલીલોના કારણે ઘણા બધા કેસમાં સફળતા મેળવવામાં આવેલ છે અને આ કેસમાં પણ સફળતા મળતા સત્યની રહે ચાલનારાં આરોપી પક્ષના પરિવારે એડવોકેટ શ્રી ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા તેવું જાણવા મળ્યું છે.
એટલું જ નહીં પરંતુ આ કેસ એક ગૂંચવણ ભર્યો કેસ હોય વળી મરણ જનાર (દાપંતી) તેના પરિવારથી અલગ રહી પ્રોફેસરની નોકરી કરી શાંતિ થી જીવન જીવતા હોઈ અને રહેતા હોય અને માત્ર બે જ મહિના ના લગ્ન ગાળા દરમિયાન બંને વચ્ચે ક્યારેય કોઇ કલેશ કંકાસ કે ઝગડો થયાંનું બંને પક્ષના ના પરિવાર ને જાણ મા ન હોઇ.
તેમ છતા યુવાન મહિલા એ આવું પગલું ભરેલ હોય જે ખરેખર તપાસ માગી લે તેવો વિષય છે.અને સત્ય કોઈને છોડતું નથી એ વાત મુજબ આ કેસ આગમી સમયમાં કોઈ પણ કોર્ટમાં ચાલશે ત્યારે સત્ય નો પર્દાફાશ થશે જેથી હાલ આરોપી તેમજ ફરિયાદી પક્ષના લોકો સત્ય શું છે તેના ઉપર મીટ માંડી રહયા હોય તેવું જાણવા મળ્યું છે.