પાટણ શ્રેષ્ઠી કિલાચંદ દેવચંદ દ્વારા પોતાની માતા ની મનુસ્મૃતિ માં ૧૦૦ વર્ષ પૂર્વે બનાવેલ આરોગ્ય ધામ પ્રત્યે આરોગ્ય તંત્ર નું જ ઓરમાયું વલણ..
દાતા પરિવાર ની પ્રતિમાઓ ફરતે ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા વેપારીઓની રજુઆત નાં પગલે સાફ સફાઈ કરી..
પાટણ કોંગ્રેસ સમિતિ અને વિસ્તારના વેપારીઓ દ્વારા દાતાઓની પ્રતિમા ને માલ્યાપણૅ કરાયું..
પાટણ શહેરના વિકાસમાં મુંબઈગરા શ્રેષ્ઠીઓનો સહકાર અનન્ય રહ્યો છે. પછી તે આરોગ્યની દ્રષ્ટિએ હોય, શૈક્ષણિક દ્રષ્ટિએ હોય કે પછી સામાજિક દ્રષ્ટિએ હોય પરંતુ પાટણ શહેરને વિકાસની હરણફાળ તરફ લઈ જવામાં મૂળ પાટણ ના પણ વષૉથી મુંબઈ જેવી મહાનગરી માં સ્થાઈ થઈ ને હમેશાં માતૃભૂમિ ની ચિંતા સેવતાં શ્રેષ્ઠીઓનું દાન અવિરત પણે પાટણ શહેરને મળતું રહ્યું છે.
પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ પર આજથી ૧૦૦ પૂર્વ પાટણના વૈષ્ણવ વણીક શ્રેષ્ઠી કિલાચંદ દેવચંદ શેઠ પરિવાર દ્વારા પાટણ પંથકના લોકો ને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા પોતાની માતૃ શ્રી ના નામે જ્ઞાનબાઇ પ્રસુતિ ગૃહની સ્થાપના પોતાની મુંબઈ સ્થાઈ થયા ની પ્રથમ કમાણી માંથી કરવામાં આવી હતી. જે પ્રસૃતિ ગૃહ નો અનેક મહિલાઓએ લાભ લઇ પાટણગરા શ્રેષ્ઠી ની આરોગ્યની સેવા ને બીરદાવી હતી.પરંતુ સમય જતાં આજે શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેર ને અપૅણ કરાયેલ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ આરોગ્યતંત્રની નિષ્કાળજી ને કારણે તેમજ શહેરીજનોની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં ફેરવાયું છે. તો શ્રેષ્ઠી ઓની પ્રતિમા ફરતે અસંખ્ય ઝાડી ઝાંખરા ઉગી નિકળતા પ્રતિમાઓ પણ દેખાતી નથી ત્યારે પાટણના શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેર ને અપૅણ કરાયેલ આરોગ્યની સુવિધા રૂપ જ્ઞાન બાઈ પ્રસુતિ ગૃહની રોનક ને પુનઃ તાજી કરવા અને ખંડેર બનેલાં જ્ઞાન બાઈ પ્રસુતિ ગૃહ કેમ્પસમાં ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દુર કરવા આ વિસ્તારના વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરતાં પાલિકા નાં કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા દ્વારા પાલિકાના સફાઈ કામદોરો ને યુદ્ધ નાં ધોરણે કામે લગાડી જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ ની સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવતાં અને શ્રેષ્ઠીઓની પ્રતિમા ફરતે ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દુર કરવામાં આવતાં વિસ્તારના વેપારીઓ દ્વારા પાલિકા તંત્ર સહિત કોર્પોરેટર ભરત ભાટીયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતોઆ કાર્યક્રમમાં
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ
વેપારી અગ્રણી હેમંતભાઇ સાધુ ભુમિકા પટેલ ભુરાભાઇ સૈયદ યાસીન મિરઝા સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં
તેમજ આ જ્ઞાનબાઇ પ્રસુતિગૃહ ની સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા દાતાશ્રીઓની પ્રતિમાને માલ્યાપર્ણ કરવાનો કાર્યક્રમ પણ શહેર કોંગ્રેસ સમિતિ સહિત આ વિસ્તારના વેપારીઓ અને પ્રબુધ્ધ નગરજનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત નગરજનોએ આ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ ની આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત પણે દેખરેખ સાથે સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી