Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એન ડી આર એફની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.

રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડા થી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી.

તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ એસ ડી શ્રી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે કૃષિ ઇનપુટ વેપારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

હવે વોટ્સએપ પર મળશે કોરોના રસીની એપોઈન્ટમેન્ટ; જાણો કઈ રીતે મળશે એપોઇન્ટમેન્ટ !!!

samaysandeshnews

સુરતમાં વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાં પર પોલીસ નો છાપો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!