Samay Sandesh News
ગુજરાતરાજકોટ

મેંગોપીપલ પરીવારના સ્લમવિસ્તારોના બાળકોએ સોનાલી પાવભાજી ની મજા માણી

તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત ફ્રી એજ્યુકેશન ક્લાસના સ્લમવિસ્તારોના બાળકોને ડૉ. દિપીકાબેન મોડ તથા ડો. હેમેન્દ્ર ભાઈ મોડ ના સહયોગ થી શહેરની નામાંકીત અને સ્વાદીષ્ટ સોનાલી પાવભાજી ની મજા માણવા મળેલી. ગરમ ગરમ અને સ્વાદીષ્ટ સોનાલી ની પાવભાજી આરોગી ને સ્લમના બાળકોના ચહેરા પર સ્મિત આવી ગયેલ.આ સતકર્મમાં મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, સુંદર જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા દ્વારા ” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે .

Related posts

રાજકોટ માં મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઊજવણી

samaysandeshnews

પાટણ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેન્દ્રીય ગુજરાત પ્રદેશમાં પ્રવાસ યોજના અને સંત સંમેલનોનું આયોજન કરાયું.

samaysandeshnews

કાલાવડમાં એગ્રોના વેપારીને પત્રકારની ઓળખ અને ધમકી આપી પચાસ હજારની કરી માંગણી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!